શોધખોળ કરો

World Cup 2023 Final: ફાઇનલ મેચ પહેલા સીએમ ભુપેન્દ્ર પટેલે યોજી ઉચ્ચસ્તરિય બેઠક, ટ્રાફિક અને સુરક્ષાને લઈને કરી ચર્ચા

ગાંધીનગર:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી રવિવાર 19 નવેમ્બરે યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષા-સ્વચ્છતા-ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને હાથ ધરી હતી.

ગાંધીનગર:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી રવિવાર 19 નવેમ્બરે યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષા-સ્વચ્છતા-ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને હાથ ધરી હતી. આ ફાઇનલ મેચ નિહાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પણ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આવવાના છે તે સંદર્ભમાં સુરક્ષા પ્રબંધની વિસ્તૃત જાણકારી મુખ્યમંત્રીએ મેળવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવનારા પ્રેક્ષકો, મહાનુભાવોને અવર-જવરમાં કોઈ વિઘ્ન ન નડે તે માટે ટ્રાફિક મેનેજમેન્ટ, જરૂર જણાયે રૂટ ડાઇવર્ઝન જેવી બાબતોનું માર્ગદર્શન આપ્યું હતું. આ અંગેની આગોતરી જાણકારી લોકોને મળી રહે તે માટે પ્રચાર માધ્યમો-મીડિયા દ્વારા જાહેરાત થાય તે અંગે તેમણે સૂચના આપી હતી.

મેચ જોવા આવનારા નાગરિકોને યાતાયાત સુવિધા માટે BRTS, મેટ્રો રેલ, AMTS સાથે સંકલન કેળવી વધારે ટ્રીપ અને વધુ સમય સેવાઓ ચાલુ રાખવાની જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે તેની પણ વિગતો મુખ્યમંત્રીને આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ અમદાવાદમાં નરેન્‍દ્ર મોદી સ્ટેડિયમ, બ્રિજ, મુખ્ય માર્ગો સહિત સમગ્ર શહેરમાં ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો વગેરેની સ્વચ્છતા જળવાઈ રહે અને સાફ-સફાઈ પર પૂરતું ધ્યાન મહાનગરપાલિકા તંત્ર આપે તેવી ખાસ તાકીદ કરી હતી.

મેચ શરૂ થતાં પહેલા અને વચ્ચેના બ્રેક સમય દરમિયાનના આકર્ષણોમાં એરફોર્સની સૂર્ય કિરણ ટીમના એર શો, લોકગાયક આદિત્ય ગઢવી અને સુપ્રસિદ્ધ સંગીતકાર પ્રિતમના પરફોર્મન્સનું આયોજન થયું છે તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા-વિમર્શ થયો હતો. પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને અમદાવાદ પોલીસ કમિશનર મલ્લિકે બેય ક્રિકેટ ટીમને સ્ટેડિયમ સુધી પહોંચાડવા સુરક્ષા વ્યવસ્થા સહિત ૪,૫૦૦થી વધુ સુરક્ષા કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવશે તેની ઝીણવટ ભરી વિગતો આપી હતી.

કેન્દ્ર સરકારના મંત્રીઓ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત મેચ જોવા આવનારા મહાનુભાવો માટેની સિક્યુરિટી અંગે પણ તેમણે મુખ્યમંત્રીને જાણકારી આપી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ  રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિનીકુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
IND vs SA: ભારતે તોડ્યો ઓસ્ટ્રેલિયાનો મોટો રેકોર્ડ, સૂર્યા એન્ડ કંપનીએ સિરીઝ જીતીને બનાવ્યો ઐતિહાસિક કિર્તિમાન
IND vs SA: ભારતે તોડ્યો ઓસ્ટ્રેલિયાનો મોટો રેકોર્ડ, સૂર્યા એન્ડ કંપનીએ સિરીઝ જીતીને બનાવ્યો ઐતિહાસિક કિર્તિમાન
'ધુરંધર' અને 'અવતાર' ના કારણે પિટાઈ ગઈ કપિલ શર્માની ફિલ્મ,જાણો કિસ કિસકો પ્યાર કરુ 2 નું કલેક્શન
'ધુરંધર' અને 'અવતાર' ના કારણે પિટાઈ ગઈ કપિલ શર્માની ફિલ્મ,જાણો કિસ કિસકો પ્યાર કરુ 2 નું કલેક્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
Embed widget