Gandhinagar:વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં વધુ એક આંદોલનના એંધાણ, આ કર્મચારીઓએ આપી ચીમકી
ગાંધીનગર: સરકારી કર્મચારીઓ અને સરકારી વિભાગમાં કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓ પડતર માંગણીઓને લઈ હડતાલ અને વિરોધ નોંધાવી રહ્યાં છે, ત્યારે હવે વધુ એક સરકારી કર્મચારીઓનું ગ્રુપ મેદાને આવશે.
ગાંધીનગર: સરકારી કર્મચારીઓ અને સરકારી વિભાગમાં કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓ પડતર માંગણીઓને લઈ હડતાલ અને વિરોધ નોંધાવી રહ્યાં છે, ત્યારે હવે મધ્યાહ્નન ભોજન યોજનામાં ફળજ બજાવતા કર્મચારીઓ પગાર વધારાની માગ સાથે બેઠકો યોજી રહ્યા છે.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતીય સરકારના અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને કરાર આધારિત કર્મચારીઓ પોતાની પર માગણીઓને લઈને સરકાર સામે ચડાવી લીધી છે. નોંધનિય છે કે, અનેકવાર વિરોધ પ્રદર્શન પણ કરી ચૂક્યા છે ત્યારે હવે રાજ્યના મધ્યાહન ભોજન યોજનામાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ તેઓના પગાર વધારાની માગ સાથે મેદાને આવી શકે છે.
જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે ઉત્તર ઝોનની મધ્યાહન ભોજન સંચાલકો અને કર્મચારીઓની એક બેઠક યોજાઈ હતી, જેમાં સંચાલકો અને રસોઈયા અને મદદનીશ જિલ્લા સહિત આસપાસના જિલ્લાના હોદ્દેદારો પણ બેઠકમાં હજાર રહ્યા હતા. જેમાં પાંચ વર્ષથી વેતન વધારાની માગ છે અને વેતન વધારો 2016 પછી આપવામાં આવ્યો નથી જેને લઇ હાલ તો બેઠક યોજી છે. આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે ગાંધીનગર ખાતે રાજ્યનું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
બિન સચિવાલય કલાર્કની સીપીટી પરીક્ષાને લઈ વિવાદ
ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીમા વિવાદ યથાવત છે. બિન સચિવાલય કલાર્કની સીપીટી પરીક્ષાને લઈ વિવાદ થયો છે. ઉમેદવારો ગાંધીનગર રજુઆત કરવા પહોંચ્યા છે. સીપીટી પરીક્ષામા ગેરરીતિ થયાનો આરોપ લગાવ્યો છે. પરીક્ષા ફરીથી લેવામાં આવે અને ગુણ ચકાસણી બતાવવામાં આવે, તેવી માંગણી ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે આજે મોટી સંખ્યામાં ઉમેદવારો ધરણા પર બેઠા છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે. તેમણે સીપીટી પરીક્ષમાં ટેકનિકલ ફોલ્ટ હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમજ પરીક્ષા લેનાર એજન્સી પર પણ તેમણે સવાલ ઉઠાવ્યા હતા.
જે સીપીટીના ગુણ છે તે તમામને બતાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. એક ઉમેદવાર પ્રેક્ષા દેસાઈએ જણાવ્યું હતું કે, અમારી જોડે કુલ 777નું એવું લિસ્ટ છે, જેમને પોતાને નથી લાગતું કે તેમના આટલા માર્ક્સ હોવા જોઇએ. અમુક સ્ટુડન્ટના નામ ડીવીમાં છે નહીં. અમુક સ્ટુડન્ટના નામ ડીવીમાં છે, પરંતુ તેમનો નંબર આવશે નહીં કારણ કે તેમનો નંબર પાછળ છે. અમે ચાર વર્ષથી બિન સચિવાલયની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. એકવાર પેપરકાંડ કે જે થયું હોય તેના લીધે પેપર કેન્સલ થયું હતું. 2018થી 2022 સુધી એમને કોઈ ઉતાવળ નહોતી. હવે એમણે ફટાફટ એક્ઝામ લઈ લીધી. પછી સીપીટી લઈ લીધી ને હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ આપી દીધું છે. હવે તેઓ કહે છે કે, સપ્ટેમ્બરમાં આ પ્રોસેસ પૂરી કરવાની છે. ઓક્ટોબરમાં એ લોકોને ઓર્ડર મળી જવાના છે.
તેમણે કહ્યું કે, અમારું ખાલી એટલું જ કહેવું છે કે, અમારા માર્ક કેમ ઓછા છે. અમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કેમ નામ નથી તે અમને બતાવો તો ખરા. જે લોકો પાસ થયા તેમનું નામ છે. એમના માર્ક વગેરે છે. પરંતુ અમે લોકો જે ફેલ થયા છીએ, તેમને એવું નથી કે અમારા માર્ક જોવાનો હક્ક નથી. ત્રણ દિવસથી રજૂઆત કરતા હતા. બે દિવસ કોઈ મળ્યું નહીં. ત્રીજા દિવસે મળ્યા.
અન્ય એક ઉમેદવાર હર્ષિત પંડ્યાએ કહ્યું કે, અમે ત્રણ તારીખે લેખિત અરજી આપી હતી. અધિકારીને અમે રુબરું મળ્યા હતા. તેમજ આ પછી બધાની સહિ સાથેની અરજી આપી હતી. આ પછી અમને એ.કે. રાકેશ સાહેબને મળવાનું કહ્યું. આ પછી અમે તેમને રજૂઆત કરી કે, અમને અમારા માર્ક જણાવવામાં આવે. આ એજન્સી વિરુદ્ધ કેટલાક કેસ ચાલી રહ્યા છે. અમને શંકા છે કે કોઈ ટેકનીકલ ફોલ્ટ થયેલો છે.