શોધખોળ કરો

Gandhinagar: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે પ્રોપર્ટી ધારકોને આ નકલ મળશે મફતમાં

ગાંધીનગર: રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને સ્વામિત્વ યોજના અન્‍વયે તૈયાર થનારા પ્રોપર્ટી કાર્ડની પ્રથમ નકલ વિનામૂલ્યે આપવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે.વડાપ્રધાને ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોની મિલકતની માપણી ડિજિટલ ટેકનોલોજીના આ યુગમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા કરવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. 

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને સ્વામિત્વ યોજના અન્‍વયે તૈયાર થનારા પ્રોપર્ટી કાર્ડની પ્રથમ નકલ વિનામૂલ્યે આપવાનો ગુજરાત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.વડાપ્રધાને ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોની મિલકતની માપણી ડિજિટલ ટેકનોલોજીના આ યુગમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા કરવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. 

તમામ ગામોમાં પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવામાં આવશે

ભારત સરકારના પંચાયતીરાજ વિભાગ દ્વારા આ હેતુસર સ્વામિત્વ-સર્વે ઓફ વિલેજીસ એન્‍ડ મેપિંગ વિથ ઈમ્પ્રોવાઈઝ્‌ડ ટેકનોલોજી ઈન વિલેજ એરિયાઝ-યોજના અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતનો આ યોજના અંતર્ગત બીજા તબક્કામાં સમાવેશ કરવામાં આવ્યો છે.યોજના અન્વયે  રાજ્યમાં કુલ અંદાજિત ૧૪, ૮૧૪ ગામોમાં પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાની કામગીરી પ્રગતિમાં છે.અત્યાર સુધીમાં કુલ ૧૧,૦૦૦ ઉપરાંત ગામોમાં સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ડ્રોન સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.ક્રમશઃ આગામી સમયમાં આયોજનપૂર્વક રાજ્યમાં આ યોજના અંતર્ગત સમાવિષ્ટ તમામ ગામોમાં પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવામાં આવશે. 

પ્રજાને સ્વામિત્વ યોજનાનો બહોળા પ્રમાણમાં લાભ મળશે

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ સ્વામિત્વ યોજના હેઠળ રેકર્ડ પ્રમોલગેશન બાદ તૈયાર થયેલાં પ્રોપર્ટીકાર્ડની પ્રથમ નકલ ગ્રામ્ય વિસ્તારના છેવાડાના નાગરિકો એવા મિલકતધારકોને નિ:શુલ્ક વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે.આ નિર્ણયની ફળશ્રુતિએ ગ્રામ્ય વિસ્તારની પ્રજાને સ્વામિત્વ યોજનાનો બહોળા પ્રમાણમાં લાભ મળશે અને સુખાકારીમાં વૃદ્ધિ થશે.એટલું જ નહિ,ગ્રામીણ નાગરિકોને પોતાની મિલકત સંબંધી સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ થઈ શકશે.

છેવાડાના માનવીઓ પોતાની સંપત્તિનો ઉપયોગ કરી આર્થિક રીતે સક્ષમ બનશે

આટલા મોટાપાયે સૌપ્રથમ વખત સૌથી આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સર્વે કામગીરી હાથ ધરાવાને કારણે ગ્રામીણ વિસ્તારના લાખો મિલકત ધારકોને રેકર્ડ ઓફ રાઈટ્સ મળશે. આ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારના દરેક મિલકત ધારકોને સૌપ્રથમ વખત માલિકી હક્ક દર્શાવતું એક કાયદાકીય દસ્તાવેજ પ્રાપ્ત થશે.આવા મિલકત ધારકોને કાયદાકીય દસ્તાવેજ તરીકે પ્રોપર્ટીકાર્ડ મળી રહેવાથી તેઓની સંપત્તિનો ઉપયોગ લોન અને અન્ય નાણાકીય લાભો લેવામાં સરળતા રહેશે.ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવીઓ પોતાની સંપત્તિનો ઉપયોગ કરી આર્થિક રીતે સક્ષમ બનશે. મિલકત બાબતના વિવાદો ઘટશે તેમજ સ્વામિત્વ યોજનાનો લાભ મેળવીને મિલકતના નકશા પ્રાપ્ત થતાં ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં વધુ વેગ આવશે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget