શોધખોળ કરો
Advertisement
‘ગુજરાતીઓના અચ્છે દિન’: કેન્દ્ર બાદ ગુજરાત સરકારે પણ ઘટાડ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ, જાણો વિગતો
ગાંધીનગરઃ પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવને કારણે પરેશાન ગુજરાતની જનતાને મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકાર દ્ધારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં અઢી રૂપિયાના ઘટાડા બાદ રાજ્ય સરકારે પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં અઢી રૂપિયાનો ઘટાડો કર્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના ભાવમાં ઘટાડા બાદ ગુજરાતની પ્રજાને હવે પેટ્રોલ અને ડિઝલ પાંચ રૂપિયા સસ્તુ મળશે.
નોંધનીય છે કે આ અગાઉ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં 2.50 રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી છે. જેટલીએ કહ્યું કે, આજે બેઠકમાં અમે નક્કી કર્યું છે કે એક્સાઇઝ ડ્યૂટી 1.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે. તે સિવાય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એક રૂપિયા ઘટાડશે. કેન્દ્ર સરકાર તરફથી અમે અઢી રૂપિયા પ્રતિ લીટર ગ્રાહકોને રાહત આપીશું. નાણામંત્રીએ રાજ્યોને પણ આટલો ઘટાડો કરવાની અપીલ કરી છે જેથી ગ્રાહકોને પાંચ રૂપિયાની રાહત મળી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement