શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

Gandhinagar: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 54 નગરપાલિકાઓને અગ્નિશમન સાધનોની ખરીદી માટે કરોડો રુપિયાની કરી ફાળવણી

Gandhinagar: 54 નગરપાલિકાઓ માટે 71 ફાયર વ્હિકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટસની ખરીદી જી.યુ.ડી.સી દ્વારા કરવામાં આવશે.

ગાંધીનગર: રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણના વધતાં વ્યાપ સાથે વધી રહેલી ફાયર સેફ્ટીની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત દેશના વિકાસનું રોલમોડેલ સ્ટેટ છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં આકસ્મિક જરૂરી અગ્નિશમન  વાહનો – સાધનો ફાયર વ્હિકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટસ ખરીદી માટે કુલ ૬૩ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. ગુજરાત દેશના વિકાસનું રોલમોડેલ સ્ટેટ છે અને તેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. એટલું જ નહીં, ફાયર સેફ્ટીની જરૂરિયાતો પણ વધી છે.

નગરપાલિકાઓ અદ્યતન ફાયર સેફ્ટી સાધનોથી સજ્જ રહે તે જરુરી

મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભમાં પ્રજાકીય પ્રતિનિધિઓ અને સ્થાનિક અગ્રણીઓએ કરેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીએ સ્થાનિક શહેરી સત્તા તંત્ર તેમની પાસેના અદ્યતન ફાયર સેફ્ટી સાધનોથી સજ્જ રહે તેવા સલામતિ-સુરક્ષાના અભિગમથી આ રકમ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મંજૂર કરી છે. 

મુખ્યમંત્રીએ કુલ રૂ. 63 કરોડની ગ્રાન્ટ ફાળવવા  સૈદ્ધાંતિક અનુમતિ  આપી

નગરપાલિકાઓની અગ્નિશમન વાહનો અને સાધનોની જરૂરીયાતો અનુસાર તેની ખરીદી ગુજરાત શહેરી વિકાસ કંપની(જી.યુ.ડી.સી.) કરીને સંબંધિત નગરપાલિકાઓને ફાળવણી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર નગરપાલિકાઓમાં ૧૮ મીની ફાયર ટેન્ડર, ૨૧ વોટર બાઉસર, ૨૯ વોટર કમ ફોમ ટેન્ડર અને ૨ ઈલેકટ્રીક રેસ્ક્યુ બોટ મળી નગરપાલિકાઓ માટે ૭૧ વાહનો ખરીદી માટે કુલ રૂ. ૬૩.૦૨ કરોડની ગ્રાન્ટ ફાળવવા  સૈદ્ધાંતિક અનુમતિ  આપી છે.  

રાજ્ય સરકારે 2020થી 2024ના વર્ષ દરમ્યાન નગરપાલિકાઓને 85વાહનો ફાળવેલા છે

રાજ્ય સરકારે ૨૦૨૦થી ૨૦૨૪ના વર્ષ દરમ્યાન નગરપાલિકાઓને ૮૫ વાહનો ફાળવેલા છે તથા અન્ય ૧૯ વાહનો ફાળવણીની પ્રક્રિયામાં છે. મુખ્યમંત્રીએ આ નગરપાલિકાઓને ફાળવનારા અગ્નિશમન વાહનોમાં જી.પી.એસ. ટ્રેકિંગ સીસ્ટમના ઉપયોગ તથા તેના ડેટાને સી.એમ. ડેશબોર્ડ સાથે લીંક કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગ્નિશમન વાહનો સાધનોની ખરીદી માટે માતબર નાણાં ફાળવણીની આપેલી આ સૈદ્ધાંતિક મંજુરીને પરીણામે નગરોમાં પ્રજાજીવનની જાનમાલ સુરક્ષા-સલામતી વધુ સુદ્રઢ અને સુનિશ્ચિત થશે. નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયછી રાજ્યમાં આગની ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે એવામાં જે નગરપાલિકામાં ફાયર સેફ્ટીના સાધનો પુરા પાડવાથી મોટી જાનહાની ટાળી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું',  જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?   
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
Advertisement

વિડિઓઝ

PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : વાગ્યું તીર તો ફૂટી ફાનસ, ખીલ્યું કમળ તો વિખરાયો પંજો
Hun To Bolish : હું તો બોલીશ : ત્રિશુલની શક્તિ
Hun To Bolish : હું તો બોલીશ : કહાની વશની, ઉજળ્યો વંશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું',  જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?   
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
ખેડૂતો માટે ખુશખબરી!  PM-KISAN નો  21મો હપ્તો આ તારીખે આવશે, જાણી લો 
ખેડૂતો માટે ખુશખબરી!  PM-KISAN નો  21મો હપ્તો આ તારીખે આવશે, જાણી લો 
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA
મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.