The Kerala Story: ભાજપના ધારાસભ્યોની ફિલ્મ ટેક્સ ફ્રી કરવાની માંગ વચ્ચે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ શું કહ્યું ?
વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે જે લોકો ફિલ્મ ટેકસ ફ્રી કરવાની માગણી કરે છે તેમણે ગુજરાતમાંથી ગુમ થતી મહિલાઓ અંગે પણ બોલવું જોઈએ.
The Kerala Story: ધી કેરલા સ્ટોરી ફિલ્મને લઇ રાજકારણ ગરમાઈ રહ્યું છે, ભાજપ શાસિત કેટલાક રાજ્યમાં આ ફિલ્મ ટેકસ ફ્રી કરવામાં આવી છે. ગુજરાતમાં પણ ભાજપના ધારાસભ્યો આ ફિલ્મને ટેકસ ફ્રી કરવા માંગણી કરી રહ્યા છે. આ બાબતે કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે. વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે જે લોકો ફિલ્મ ટેકસ ફ્રી કરવાની માગણી કરે છે તેમણે ગુજરાતમાંથી ગુમ થતી મહિલાઓ અંગે પણ બોલવું જોઈએ. રાજ્યમા 40 હજાર મહિલા ગુમ થઈ છે તે અંગે પણ બોલવું જોઈએ. મહિલાઓની માનવ તસ્કરી થાય છે એની વાત કરવી જોઈએ. ગુજરાતમાં નારી સુરક્ષિત નથી, સન્માનિત નથી, મહિલાઓ પરના કેસોમાં વધારો થયો છે. સરકાર લાંબા શાસન પર જવાબ આપવો જોઇએ. ગુમ થતી મહિલાઓ અંગે એક શ્વેત પત્ર બહાર પાડવું જોઈએ.
ફિલ્મ ‘ધ કેરળ સ્ટૉરી’ થિએટર્સમાં રિલીઝ થઇ ચૂકી છે, જોકે, ફિલ્મ રિલીઝ પહેલા અને બાદમાં પણ વિવાદોમાં રહી છે, જ્યાં એકબાજુ કેટલાય રાજ્યોમાં ફિલ્મને બેન કરી દેવામાં આવી છે, તો વળી કેટલાક રાજ્યોમાં ‘ધ કેરળ સ્ટૉરી’ને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. મધ્યપ્રદેશ બાદ હવે ઉત્તરપ્રદેશમાં પણ ફિલ્મ ‘ધ કેરળ સ્ટૉરી’ને ફ્રી કરવાની જાહેરાત કરવામાં આવી છે.
‘ધ કેરળ સ્ટૉરી’ ફિલ્મ યુપીમાં ટેક્સ ફ્રી
સીએમ યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને કહ્યું કે, ઉત્તરપ્રદેર સરકારે તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કેરળ સ્ટૉરી’ને રાજ્યમાં ટેક્સ ફ્રી જાહેર કરી છે. મુખ્યમંત્રી સચિવાયલે કહ્યુ કે, ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પોતાના કેબિનેટ સહયોગીઓની સાથે લોકભવનમાં આયોજિત થનારી એક સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં ‘ધ કેરળ સ્ટૉરી’ ફિલ્મ જોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ફિલ્મને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવી હતી. વળી, સીએમ મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં આ ફિલ્મ પર બેન લગાવી દીધો છે.
આ પહેલા પણ સીએમ યોગી આદિત્યનાથે પણ ટ્વીટ કર્યું હતુ કે, રાજ્યમાં ‘ધ કેરળ સ્ટૉરી’ને ટેક્સ ફ્રી કરવામાં આવશે. ટ્રેલર લૉન્ચ થયા બાદથી આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. જોકે વિવાદો વચ્ચે કેટલાય રાજ્યોએ તેને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત પહેલાથી જ કરી દીધી હતી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે શનિવારે, 6 મે ફિલ્મ ‘ધ કેરળ સ્ટૉરી’ને રાજ્યમાં ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી. તમિલનાડુમાં પણ થિએટર્સમાં ફિલ્મ ના બતાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ રાજ્યોમાં પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ-
મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ ઉઠી છે. મહારાષ્ટ્રના નાસિકમાં હિન્દુ સકલ સમાજનું કહેવું છે કે લવ જેહાદની આખી પ્રક્રિયા ‘ધ કેરળ સ્ટૉરી’ દ્વારા લોકોની સામે આવી છે. એવી અપેક્ષા છે કે સીએમ એકનાથ શિંદે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરશે. ‘ધ કેરળ સ્ટૉરી’ કેરળ રાજ્યની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે.