ઉત્તર ગુજરાતને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ, 399 કરોડના ખર્ચે બનશે બે નવા બ્રિજ
ઉત્તર ગુજરાતમાં સ્ટેટ હાઇવે 55 પર 399 કરોડના ખર્ચે બે નવા બ્રિજ બનશે. રાધનપુર-ચાણસ્મા રોડ પર રાધનપુર નજીક બનાસ નદી ઉપર 179 કરોડના ખર્ચે ફોર લેન બ્રિજનું નિર્માણ થશે.
ઉત્તર ગુજરાતમાં સ્ટેટ હાઈવે પર 399 કરોડના ખર્ચે બે નવા બ્રિજ બનશે. રોડ નેટવર્કને મજબૂત કરવા અને ટ્રાફિક નિયમન સરળ બને તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય લીધો હતો. રાધનપુર-ચાણસ્મા સ્ટેટ હાઈવે પરની બનાસ નદી પર અને મહેસાણા-હિંમતનગર ફોર લેન હાઈવે પર બ્રિજ બનાવવામાં આવશે.
ઉત્તર ગુજરાતમાં સ્ટેટ હાઇવે 55 પર 399 કરોડના ખર્ચે બે નવા બ્રિજ બનશે. રાધનપુર-ચાણસ્મા રોડ પર રાધનપુર નજીક બનાસ નદી ઉપર 179 કરોડના ખર્ચે ફોર લેન બ્રિજનું નિર્માણ થશે. મહેસાણા-હિંમતનગર રોડ પર સાબરમતી નદી પર દેરોલ ખાતે 220 કરોડના ખર્ચે નવો 6 લેન બ્રિજ બનશે. વધતા જતા ટ્રાફિકને કંન્ટ્રોલ કરવા માટે આ નિર્ણય લેવાયો છે.
ઉત્તર ગુજરાતમાં રાધનપુર-ચાણસ્મા રોડ સ્ટેટ હાઇવે-55 ઉપર રાધનપુર નજીક બનાસ નદી ઉપર 179 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે નવો ફોર લેન બ્રિજ બનાવવા મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ચાણસ્માને સરહદી વિસ્તાર રાધનપુર સાથે જોડતા આ અગત્યના હાઇવે પર બનાસ નદી પર હાલમાં રહેલો પુલ 1965ના વર્ષમાં એટલે કે 59 વર્ષ પહેલાં નિર્માણ થયેલો છે.
આ અંતર્ગત મહેસાણા-હિંમતનગર ફોર લેન સ્ટેટ હાઇવે-55 ઉપર સાબરમતી નદી પર દેરોલ ખાતે 220 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે નવા સિક્સલેન બ્રિજનું બાંધકામ હાથ ધરવામાં આવશે. મહેસાણાને હિંમતનગર સાથે જોડતા આ અગત્યના રસ્તા પર દેરોલ ગામ નજીક સાબરમતી નદી પર અત્યારનો જે બ્રિજ કાર્યરત છે તે 1966માં એટલે કે 58 વર્ષ પહેલાં નિર્માણ થયેલો છે.