શોધખોળ કરો
Advertisement
કોરોનાનો હાહાકારઃ ગુજરાતમાં વધુ 2 લોકોના મોત, કુલ મૃત્યુઆંક 19 થયો
ગુજરાતમાં આજે વધુ બે લોકોના કોરોનાથી મોત. અમદાવાદ અને ગાંધીનગરમાં એક-એક વ્યક્તિનું મોત.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે આજે કોરોનાના કારણે વધુ બે લોકોના મોત થયા છે. આ સાથે ગુજરાતમાં કોરોનાથી મૃત્યુનો આંક 19એ પહોંચ્યો છે. ગાંધીનગરમાં કોરોનાથી પહેલું મોત થયું છે. ગાંધીનગરના કોવિડ-19નો આવેલ પ્રથમ કેસ જે યુવક ઉમંગને આવ્યો હતો, તેના દાદાનું કોરાનાથી મોત થયું છે. ગાંધીનગર સિવિલ હિસ્પિટલમાં વહેલી સવારે સારવાર દરમિયાન મોત થયું છે. મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ સાંકળચંદ પટેલ(ઉં.વ.81) છે.
આ ઉપરાંત આજે અમદાવાદમાં પણ 40 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. કુલ મૃત્યુની વિગતો જોઇએ તો અમદાવાદમાં 7, સુરતમાં 4, વડોદરામાં 2, ગાંધીનગરમાં 1, પાટણમાં 1, જામનગરમાં 1, ભાવનગરમાં 2 અને પંચમહાલમાં 1 વ્યક્તિનું મોત થયું છે. નોંધનીય છે કે, છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 308એ પહોંચી છે.
રાજ્યમાં કોવિડ-19 ની જિલ્લાવાર વિગત
અમદાવાદ -- 153
સુરત --- 24
રાજકોટ -- 18
વડોદરા -- 39
ગાંધીનગર -- 14
ભાવનગર -- 22
કચ્છ -- 4
મહેસાણા -- 2
ગિરસોમનાથ -- 2
પોરબંદર -- 3
પંચમહાલ -- 1
પાટણ -- 14
છોટાઉદેપુર -- 2
જામનગર -- 1
મોરબી -- 1
આણંદ -- 2
સાબરકાંઠા -- 1
દાહોદ -- 1
ભરૂચ -- 4
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion