Amit Shah Gujarat Visit: ગાંધીનગરમાં ગરજ્યા અમિત શાહ, પાકિસ્તાન તો શું, બધા દેશો ભેગા મળીને હુમલો કરે તો પણ....
Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન ગૃહમંત્રીએ ગાંધીનગરના માણસામાં પૂજા અર્ચના કરી હતી. બહુચર માતાજીના મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન ગૃહમંત્રીએ ગાંધીનગરના માણસામાં પૂજા અર્ચના કરી હતી. બહુચર માતાજીના મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ ઉપરાંત પરિવારજનો સાથે સદાવ્રતમાં ભોજન કર્યું હતું. તમને જણાવી દઈએ કે, અમિત શાહે તેમના માતા કુસુમબાના નામે સદાવ્રત શરુ કર્યું છે. પોતાના મતવિસ્તાર માણસાથી અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવ લાવનારાઓની મોદીજીએ ધોલાઈ કરી છે. વિપક્ષી દળો હવે નામ બદલીને આવ્યા છે. નામ બદલનારાઓને કોણ મત આપશે તમે જ કહો. મોદી સાહેબના નેતૃત્વમાં ભાજપ પૂર્ણ બહુમતી સાથે જીતશે.
अपने पैतृक गाँव माणसा में कुलदेवी बहुचर माता मंदिर में दर्शन व पूजन कर देशवासियों के कल्याण की कामना की।
— Amit Shah (@AmitShah) August 13, 2023
મારા વતન માણસા સ્થિત કુળદેવી બહુચર માતા મંદિર ખાતે દર્શન અને પૂજા તેમજ દેશવાસીઓના કલ્યાણની પ્રાર્થના કરી. માતાજી સૌ જન પર તેમના આશીર્વાદ વરસાવે.
‘જય માડી બહુચરા’ pic.twitter.com/HbOVLGGXL0
15 ઓગષ્ટે આઝાદીના અમૃત મહોત્સવ પૂર્ણ થશે. તમામ લોકોને વિનતી તિરંગો પોતાના ઘર પર ફરકાવે. 9 વર્ષમાં નરેન્દ્ર મોદીએ ભારતનું નામ આખા વિશ્વમાં ગુંજતું કર્યું છે. 11માં ક્રમેથી ભારતને 5માં ક્રમે લાવ્યા છે. પાકિસ્તાન જ નહિ આખા વિશ્વના દેશો ભેગા મળીને ભારત પર હુમલો કરે તો પણ સફળ ન થાય એવી સુરક્ષા કરવાની જવાબદારી યુવાઓની છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, 12 લાખ કરોડના ગોટાળાના છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસે કર્યા હતા. કોઈ પેઢી જાણી જાય નહિ એટલે નામ બદલવા મળ્યા છે. UPAની જગ્યાએ india નામ લઈને આવ્યા છે.
Visuals from the Tiranga Yatra under the #HarGharTiranga campaign, in my parliamentary constituency, Gandhinagar, today. pic.twitter.com/tzWRs7Hn5O
— Amit Shah (@AmitShah) August 13, 2023
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પોતાના સંસદીય વિસ્તારના પ્રવાસે છે. ગાંધીનગરના સરઢવ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. CREDAI - GAIHED દ્વારા ગાંધીનગર લોકસભાની 150 આંગણવાડીઓમાં CSR ફંડમાંથી રમતગમતના સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુડા દ્વારા નવનિર્મિત બગીચાનુ લોકાર્પણ પણ કરાયું. આજે સવારથી સાંજ સુધી મત વિસ્તારમાં 1 હજાર કરોડથી વધુ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
તેમણે કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવમાં નરેન્દ્ર મોદીજીએ સમગ્ર દેશમાં દેશભક્તિની લહેર ઉભી કરવાનું કામ કર્યું છે. તેમજ દરેક ઘરમાં તિરંગા યાત્રા ઝૂંબેશને લઈને લોકોને અપીલ કરી હતી. અમિત શાહે કહ્યું કે, પીએમ મોદીએ દેશના દરેક બાળક અને દરેક યુવાનોના મનમાં દેશભક્તિની લહેર ઉભી કરવા માટે અભિયાન શરૂ કર્યું હતું. આજે જ્યારે હજારો લોકો તિરંગો લઈને ફરે છે, ત્યારે હું તે અભિયાન સફળ થતું જોઈ રહ્યો છું.