કેવી રીતે ભણશે ગુજરાત! રાજ્યમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાનો આંકડો જાણીને ચોંકી જશો
ગુજરાતે અનેક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે પરંતુ તેની સામે એવા ઘણા વિભાગ છે જેમા હજુ પણ રાજ્યમાં કામ કરવાની સરકારને જરૂર છે. કોઈ પણ દેશના વિકાસમાં શિક્ષણનું ઘણ મહત્વ રહેલુ હોય છે.
ગાંધીનગર: ગુજરાતે અનેક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે પરંતુ તેની સામે એવા ઘણા વિભાગ છે જેમા હજુ પણ રાજ્યમાં કામ કરવાની સરકારને જરૂર છે. કોઈ પણ દેશના વિકાસમાં શિક્ષણનું ઘણ મહત્વ રહેલુ હોય છે. કારણ કે કોઈપણ દેશનું ભાવી શાળામાં જ તૈયાર થાય છે. એવામાં ગુજરાતના શિક્ષણને લઈને કેટલાક આંકડા સામે આવ્યા છે જે ખુબ જ ચોંકાવનારા છે.
રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓમા 730 માધ્યમિક શિક્ષકોની જગ્યાઓ ખાલી છે જ્યારે 756 ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની જગાયાઓ ખાલી છે અને આચાર્યની વાત કરીએ તો માધ્યમિક શાળાઓમા 786 જગ્યાઓ ખાલી છે. આમ આ આંકડ સ્પષ્ટ કરે છે કે ગુજરતાના શિક્ષણ વિભાગમાં હજુ કેટલુ કમ કરવાનું બાકી છે.
અભ્યાસક્રમમાં ભગવતદ્દગીતા સામેલ કરવામાં આવશે
ગાંધીનગર: ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા ઘણા મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સૌ પ્રથમ ઘોરણ 1થી જ અંગ્રેજી શિક્ષણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યાર બાદ હવે નવી માહિતી પ્રમાણે બાળકોને ભગવદ્ ગીતાના પાઠ પણ ભણાવવામાં આવશે. બાળકોને નાનપણથી સંસ્કારોના પાઠ ભણાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે શિક્ષણ મંત્રીએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે માહિતી આપી હતી. ધોરણ 6થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે.
ભગવત ગીતાના સિદ્ધાંતો માટેની તૈયારીઓ નવી શિક્ષણ પોલિસીમાં કરવામાં આવી છે ભગવત ગીતાનો પરિચય અભ્યાસ ક્રમમાં દાખલ કરવમાં આવશે તેવી માહિતી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપી છે. ભગવત ગીતાના અલગ અલગ ભાગો ભણાવવામાં આવશે. જેમા ભગવત ગીતાના સ્લોકો, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા પણ યોજવામાં આવશે.
શિક્ષણ મંત્રીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, શિક્ષણ વિભાગનું બજેટ વધાર્યુ છે. આ ઉપરાંત ભવિષ્યની પેઢી તૈયાર કરવા માટેની કામગીરી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. 22 ગણું વધારાનું બજેટ રાજ્ય સરકારે આ વખતે શિક્ષણ વિભાગમાં જાહેર કરાયું છે. એટલું જ નહીં છેલ્લા બે વર્ષમાં માત્ર 87 શાળાઓ જ બંધ થઈ છે અને 200 જેટલી શાળાઓ જ મર્જ થઈ છે. તેમણે વધુમાં કહ્યું કે, શૂન્ય વિધાથી વાળી જ શાળાઓ બંધ કરી છે. આ ઉપરાંત અગ્રેજી શિક્ષણને પ્રોત્સાહન આપવાનું પણ નક્કી કરાયું છે.
હવેથી અંગ્રેજી વિષયને ધોરણ 1 અને 2 મા દાખલ કરવામાં આવશે. આગામી શૈક્ષણિક સત્રથી જ આ અંગેની અમલવારી થશે. આ માટે વિધાર્થી માટે કોઈ પાઠ્યપુસ્તક નહિ હોય, માત્ર શિક્ષણ શ્રવણ અને કથન દ્વારા વિધાર્થીઓને શીખવામામાં આવશે. જ્યારે ધોરણ 3થી અંગ્રેજી વિષયનું પાઠ્યપુસ્તક શરૂ કરવામાં આવશે. વિધાર્થીના ફ્રી પાસ માટે બજેટમાં 200 કરોડની જોગવાઈ કરવામા આવી હોવાની પણ માહિતી મંત્રી વાધાણીએ આપી છે.