શોધખોળ કરો
ગેનીબેન ઠાકોર વિધાનસભામાં વિપક્ષના નેતા બનવા માંગે છે કે નહીં? જાણો શું કહ્યું?
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, મારી કરતા અનેક સિનિયર ધારાસભ્યો પાર્ટીમાં છે. મેં ક્યારેય કોઈ પદની માંગણી કરી નથી.
![ગેનીબેન ઠાકોર વિધાનસભામાં વિપક્ષના નેતા બનવા માંગે છે કે નહીં? જાણો શું કહ્યું? Vav Congress MLA Geniben Thakor reaction on opposition leader of Gujarat Assembly ગેનીબેન ઠાકોર વિધાનસભામાં વિપક્ષના નેતા બનવા માંગે છે કે નહીં? જાણો શું કહ્યું?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/06182454/Geniben-Thakor.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમા પરાજય પછી પરેશ ધાનાણીએ વિધાનસભામાં વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપી દીધું છે, ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્યોમાં વિપક્ષના નેતા બનવા માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. તેમજ કોંગ્રેસના ધારાસભ્યોએ વિપક્ષના નેતા પદ માટે લોબિંગ પણ શરૂ કરી દીધું છે.
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, મારી કરતા અનેક સિનિયર ધારાસભ્યો પાર્ટીમાં છે. મેં ક્યારેય કોઈ પદની માંગણી કરી નથી. મારી કેપેસિટી કરતાં પાર્ટીએ મને અનેકગણું વધું આપ્યું છે. એટલે આવી મારી કોઈ માંગણી નથી.
કોંગ્રેસ પક્ષમાં સીએલપી લીડરને લઇને ગણગણાટ શરૂ થયો છે. કૉંગ્રેસનાં ઠાકોર સમાજનાં ધારાસભ્યો ગેનીબેન ઠાકોરનાં નિવાસ સ્થાને એકઠા થયા છે. વિધાનસભાનાં વિપક્ષ નેતાનું પદ ઠાકોર સમાજ ને મળે તેને લઇને કૉંગ્રેસ પક્ષનાં ઠાકોર ધારાસભ્ય એકઠા થયા છે. ગેનીબેનના ઘરે મળેલી બેઠકમાં સી.જે. ચાવડા, બળદેવજી ઠાકોર, ગેનીબેન ઠાકોર, ભરતજી ઠાકોર સહિતના ધારાસભ્યો ઉપસ્થિત છે.
સી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે, દરરોજ ધારાસભ્યોનું ગ્રુપ મળતું હોય છે. ઉત્તર ગુજરાતના પાણીના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવા ભેગા થઈ છે. ફક્ત ઉત્તર ગુજરાતના ધારાસભ્યો ભેગા થયા છે. બળદેવજી ઠાકોરે કહ્યું કે, સંખ્યાબળ તો છે જ. ઉત્તર ગુજરાતના પાણીના પ્રશ્નો અને રિ-સર્વેના મુદ્દે બધા ધારાસભ્ય ભેગા થયા છીએ. ઉત્તર ગુજરાતમાંથી વિપક્ષના નેતાને પસંદ કરો તેવી માંગણી કરીશું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)