‘મોદી સાહેબે દારૂ, અનાજ, દવાની મફતમાં વ્યવસ્થા કરી’, ગુજરાતના ક્યા મંત્રીનો કહેવાતો આ વીડિયો વાયરલ થતાં થયો વિવાદ
તેમણે કહ્યું કે અમદાવાદ સિવાય બીજે બધેય આપણે સારું છે. આખા રાજયના વહીવટી તંત્રે સારી કામગીરી કરી છે દેશના વડાપ્રધાન મોદી સાહેબે એટલી જ ચિંતા કરીને દારૂ વ્યવસ્થા,અનાજ મફત આપવાની વ્યવસ્થા કરી છે
![‘મોદી સાહેબે દારૂ, અનાજ, દવાની મફતમાં વ્યવસ્થા કરી’, ગુજરાતના ક્યા મંત્રીનો કહેવાતો આ વીડિયો વાયરલ થતાં થયો વિવાદ viral video of minister of state bachubhai khabad ‘મોદી સાહેબે દારૂ, અનાજ, દવાની મફતમાં વ્યવસ્થા કરી’, ગુજરાતના ક્યા મંત્રીનો કહેવાતો આ વીડિયો વાયરલ થતાં થયો વિવાદ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/04152237/1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડે કરેલા એક નિવેદનના કારણે વિવાદ સર્જાયો છે. રાજય કક્ષાના પશુપાલન અને ગ્રામ આવાસ,ગ્રામ વિકાસ મંત્રી બચુ ખાબડનો કહેવાતો એવો વીડિયો વાયરલ થયો છે કે જેમાં ખાબડ એવું બોલે છે કે, મોદી સાહેબે ચિંતા બહુ કરી, દારૂ, અનાજ, દવાની મફતમાં વ્યવસ્થા કરી. આ વીડિયો વાયરલ થતાં પસ્તાળ પડવી શરૂ થતાં ખાબડે આ વીડિયો પોતાનો નહીં હોવાનો દાવો કર્યો છે. ખાબડનો દાવો છે કે, કોઈએ ખોટો વીડિયો બનાવીને પોતાના નામે ફરતો કર્યો છે.
ખાબડે ફતેપુરામાં ઉકાળા વિતરણના એક યોજાયેલા સમારોહમાં કોરોના વિશે કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરીનો ઉલ્લેખ કરતાં એવું કહ્યાનું કહેવાય છે કે, મોદી સાહેબે ચિંતા બહું કરી, દારૂ, અનાજ, દવાની મફતમાં વ્યવસ્થા કરી. આ વિડીયો સોશીયલ મિડીયામાં વાયરલ થયો છે.
ફતેપુરામાં ઉકાળા વિતરણના સમારોહમાં સંબોધન કરતાં મંત્રી બચુ ખાબડે કોરોના વિશે વાતચીત કરતાં કહ્યું કે, અમદાવાદ સિવાય બીજે બધેય આપણે સારું છે. આખા રાજયના વહીવટી તંત્રે સારી કામગીરી કરી છે દેશના વડાપ્રધાન મોદી સાહેબે એટલી જ ચિંતા કરીને દારૂ વ્યવસ્થા,અનાજ મફત આપવાની વ્યવસ્થા કરી છે અને પૈસા પણ આપવાના છે, દવા મફત આપવાની છે, કોઇ ક્ષેત્રે કમી રાખી નથી.
ખાબડ વિડીયોમાં એવું પણ બોલતા સંભળાય છે કે, આઝાદીના ઇતિહાસની અંદર ચાર યુગ પછી પહેલી વાર આ ઘટના બની છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)