શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
તહેવારોના પગલે સાપ્તાહિક કેબિનટે બેઠક રદ્દ, મંત્રીઓ મત વિસ્તારમાં સ્નેહમિલનમાં વ્યસ્ત
ગાંધીનગરઃ રાજ્ય સરકારની કામગીરીને લઇને સાપ્તાહિક કેબિનેટની બેઠક આ સપ્તાહે નહિ મળે. સામાન્ય રીતે દર બુધવારે સાપ્તાહિક કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં રાજ્ય સરકારની કામગીરીની સમિક્ષા કરવામાં આવતી હોય છે. દિવાળીના તહેવારોને લઇને આ સપ્તાહની કેબિનેટ મોકૂફ રાખવામાં આવી છે. સરકારના મોટાભાગના મંત્રીઓ હવે સીધા જ આગામી સોમવારે કામકાજ સંભાળશે. જેના કારણે સચિવાલયમાં રજા જેવો માહોલ રહેશે. જો કે આજથી તહેવારોની રજા પૂર્ણ થતાં અધિકારીઓની કામગીરી બુધવારથી શરુ થઇ જશે. આમ છતાં સમગ્ર વહીવટી કામગીરી સોમવારથી જ રાબેતા મુજબ થશે અને નાગરીકો પણ મંત્રીઓને સોમવારેથી જ મળી શકશે. આ સમયગાળા દરમિયાન મંત્રીઓ પોતાના મતવિસ્તારમાં સ્નેહમિલન કાર્યક્રમો દ્વારા લોકસંપર્કમાં વ્યસ્ત રહેશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ ભાજપના ધારાસભ્યોને દિવાળીના તહેવારોમાં સ્નેહમિલન કાર્યક્રમો યોજવા સૂચના આપી હતી અને તેજ પ્રમાણે આ વખતે મંત્રીઓ સ્નેહમિલન સંમેલનોમાં વ્યસ્ત રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
આરોગ્ય
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion