દિવાળી વેકેશન બાદ પ્રાથમિક શાળાઓ ખોલવા અંગે શું લેવાઇ શકે છે નિર્ણય?
આરોગ્ય વિભાગે શિક્ષણ વિભાગને પોતાનો અભિપ્રાય આપ્યો છે. દિવાળી વેકેશન બાદ પણ કોરોનાના સંક્રમણમાં વધારો નહિ થાય તો પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવશે
ગાંધીનગરઃ રાજ્યમાં દિવાળી વેકેશન બાદ ધોરણ 1થી 5ના વર્ગો શરૂ થઇ શકે છે. આ માટે શિક્ષણ વિભાગે વિચારણા શરૂ કરી દીધી છે. આરોગ્ય વિભાગના અભિપ્રાય બાદ શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગ વિચારણા કરી રહી છે.
આરોગ્ય વિભાગે શિક્ષણ વિભાગને પોતાનો અભિપ્રાય આપ્યો છે. દિવાળી વેકેશન બાદ પણ કોરોનાના સંક્રમણમાં વધારો નહિ થાય તો પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી ઘાતક લહેર પુરી થતા રાજ્ય સરકાર તરફથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. ધોરણ 1 થી 5 ના વર્ગો ઓફલાઇન શરૂ કરવા સરકાર સંચાલકો તરફથી વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં સરકાર શા માટે નિર્ણય નથી લઇ શકતી તે પણ મોટો સવાલ છે.
મોડાસાના ડેપ્યુટી કલેક્ટરની અટકાયત કરાઇ
અરવલ્લીના મોડાસાના ડેપ્યુટી કલેકટર મયંક પટેલની અટકાયત કરવામાં આવી છે. ડેપ્યુટી કલેકટર પર છેલ્લા એક વર્ષથી યુવતીને બિભત્સ ફોટો અને મેસેજ મોકલવાનો આરોપ છે. ભોગ બનનાર યુવતી અને ડેપ્યુટી કલેકટર અગાઉ પરિચયમાં આવ્યા હતાં ત્યારબાદ મેસેજ અને ફોટાનો સિલસિલો શરૂ થયો હતો.
અશ્લિલ ફોટા અને મેસેજથી કંટાળીને ડેપ્યુટી કલેકટર વિરુદ્ધ યુવતીએ સાઈબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનનાર યુવતી પણ સરકારી કર્મચારી હોવાનું સામે આવ્યું છે. યુવતીની ફરિયાદના પગલે સાઈબર ક્રાઈમે આખરે ડેપ્યુટી કલેકટરની અટકાયત કરી છે. પોલીસે જણાવ્યું કે, ડેપ્યુટી કલેક્ટર 1 થી દોઢ વર્ષથી ફરિયાદી યુવતીને હેરાન કરતો હતો. ફરિયાદી ને મારી નાખવાની ધમકી આપતો હતો. ધમકી ભર્યા મેસેજના પુરાવા પણ મળી આવ્યા છે. મયંક પટેલ અગાઉ ક્લાર્ક અને ત્યારબાદ પરીક્ષાઓ આપી નાયબ મામલતદાર અને ત્યાર બાદ જીપીએસસીની પરીક્ષા પાસ કર્યા બાદ અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે નાયબ કલેક્ટર એસડીએમ તરીકે નિમણુંક થઇ હતી