શોધખોળ કરો

Gandhinagar: લોકસભાની તમામ 26 બેઠકો જંગી લીડ સાથે જીતવા ગુજરાત ભાજપનો શું છે પ્લાન ?

Gandhinagar News: પ્રદેશ ભાજપ અધ્યક્ષના વન ડે વન ડિસ્ટ્રિક કાર્યક્રમની સફળતા બાદ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.

Gandhinagar: લોકસભાની આગામી ચૂંટણી માટે ગુજરાત સરકાર અને ભાજપ સંગઠન એક્શનમાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જિલ્લાઓનો પ્રવાસ કરશે.  33 જિલ્લાઓમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પ્રવાસ કરશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષના વન ડે વન ડિસ્ટ્રિક કાર્યક્રમની સફળતા બાદ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. સંગઠન અને સરકારને જુદા જુદા પ્રશ્નોને વાચા આપીને તાલમેલ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. લોકસભાની તમામ 26 બેઠક પર વિક્રમી લીડ મેળવવાની રણનીતિના એક ભાગ રૂપે જિલ્લાનો પ્રવાસ કરાશે.

કર્ણાટક ચૂંટણીને લઈ ભાજપે 189 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભાજપે મંગળવારે  189 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક માટે પહોંચ્યા હતા. અરુણ સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન, મનસુખ માંડવિયા, બીએલ સંતોષ પણ જેપી નડ્ડાના નિવાસસ્થાને હાજર હતા. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આજે અમે આગામી કર્ણાટક ચૂંટણી 2023 માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી રહ્યા છીએ.

ભાજપે કહ્યું છે કે નવા લોકોને તક આપવામાં આવી રહી છે. 52 નવા ઉમેદવારો છે. જેમાંથી 32 ઉમેદવારો ઓબીસી, 30 એસસી અને 16 એસટી ઉમેદવાર છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે 9 ડોક્ટર્સ, 31 પોસ્ટ ગ્રેજ્યુએટ, 5 વકીલ, 3 એકેડેમિક, 1 IAS, 1 IPS, 3 રિટાયર્ડ ઓફિસર અને 8 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.

અરુણ સિંહે કહ્યું કે સીએમ બસવરાજ બોમ્મઈ શિગગાંવથી ચૂંટણી લડશે. પહેલા અહીંથી જીત્યા છે.  બાળાસાહેબ પાટીલ કાગવાડથી ચૂંટણી લડશે. ગોવિંદ કારજોલ મુદુલથી, શ્રીરામુલુ બેલ્લારીથી, મુર્ગેશ નિરાની બિલ્ગીથી ચૂંટણી લડશે.   સીટી રવિને ચિકમગલુરથી ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્ર શિકારીપુરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

ડીકે શિવકુમારની સામે આર અશોક

રાજ્યના આરોગ્ય મંત્રી ડૉ.સુધાકર ચિક્કાબલ્લાપુર બેઠક પરથી ચૂંટણી લડશે. કર્ણાટકના મંત્રી આર અશોક પદ્મનાભનગર અને કનકપુરા એમ બે બેઠક પરથી ચૂંટણી લડશે. આર અશોક કનકપુરામાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર સામે ચૂંટણી લડવાના છે. રાજ્ય મંત્રી ડૉ. અશ્વથનારાયણ સીએન મલ્લેશ્વરમ બેઠક પરથી ચૂંટણી લડશે. વી સોમન્ના વરુણથી ચૂંટણી લડશે, તેમને સિદ્ધારમૈયા સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે 34 નામોની યાદી હજુ બાકી છે. આગામી એક-બે દિવસમાં રિલીઝ થશે. જગદીશ શેટ્ટર અમારા મોટા નેતા છે, અમે તેમને મનાવી શકીશું. અમે તેની સાથે વાત કરી છે. અમે માનીએ છીએ કે તે અમારી સાથે હશે. ઈશ્ર્વરપ્પા અને જગદીશ શેટ્ટરની સીટ પર ટિકિટ હોલ્ડ રાખામાં આવી છે.

ઇશ્વરપ્પા નિવૃત્ત થયા

અગાઉ કર્ણાટકમાં ભાજપના વરિષ્ઠ નેતા ઈશ્વરપ્પાએ ચૂંટણીના રાજકારણમાંથી 'નિવૃત્તિ' લઈ લીધી છે. ઇશ્વરપ્પાએ મંગળવારે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વને જણાવ્યું હતું કે તેઓ ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવા માગે છે અને તેમને વિનંતી કરી હતી કે 10 મેની વિધાનસભાની ચૂંટણીમાં તેમને કોઈપણ બેઠક પરથી મેદાનમાં ઉતારવાનું વિચારશો નહીં. ઇશ્વરપ્પાએ ચાર દાયકા સુધી પાર્ટીને મજબૂત કરવા માટે કર્ણાટકમાં  પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા સાથે મળી  મહત્વની ભૂમિકા ભજવી હતી.  બીજેપી નેતૃત્વએ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના નેતા જગદીશ શેટ્ટરને ચૂંટણી ન લડવા માટે કહ્યું છે, પરંતુ તેમણે આ નિર્ણયને અસ્વીકાર્ય ગણાવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Embed widget