શોધખોળ કરો
ગુજરાતમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે કેમ કરી આગાહી? આ રહ્યું મોટું કારણ
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન સૌરાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદના વધુ એક રાઉન્ડ શરૂ થાય તેવી સંભાવના છે.

અમદાવાદ: ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસાના વધુ એક રાઉન્ડની એન્ટ્રી થઈ શકે છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગાહીના સમાચાર સાંભળતાં જ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન સૌરાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદના વધુ એક રાઉન્ડ શરૂ થાય તેવી સંભાવના છે. જેમાં 24મીએ પોરબંદર, 25મીએ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, 26મીએ સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરૂ;, 27મીએ અરવલ્લી, દાહોદ, મહિસાગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, નર્મદા-ભરૂચ, સુરત જ્યારે 28મીએ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આગામી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે હળવા ઝાપટાં પડી શકે છે. આમ, આગામી દિવસોમાં વરસાદના વધુ એક રાઉન્ડથી ગરમીમાં રાહત મળી શકે છે.
વધુ વાંચો





















