યુવતીનો આક્ષેપઃ ગુજરાત સરકારના મંત્રીએ પત્નિનો હક આપવાનું કહીને MLA ક્વાર્ટરમાં બાંધ્યા શરીર સંબંધ ને.......
હિતેષ પટેલ પ્રદેશ ભાજપના કિસાન મોરચાના અધ્યક્ષ છે. આ મહિલાએ મંત્રીએ ભૂતકાળમાં ગાંધીનગરના એમએલએ ક્વાર્ટરમાં બોલાવીને શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
Surat: રાજસ્થાન ગયેલી 11 વર્ષની છોકરી સાથે ભાઈના કાકા સસરાએ પરાણે શરીર સુખ માણીને બનાવી ગર્ભવતી, જાણો કેવી રીતે પડી ખબર ?
સુરતઃ રાજસ્થાનમાં ભાઈના સસરાની સેવા કરવા ગયેલી સુરતની 11 વર્ષીય સગીરા સાથે ભાઈના કાકા સસરાએ વારંવાર શરીર સુખ માણીને ગર્ભવતી બનાવી દીધી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. સુરતના સિંગણપોર પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ થતાં પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ દાખલ કરી કેસ રાજસ્થાન મોકલી આપવાનો નિર્ણય કર્યો હતો. પોલીસે ગુનો દાખલ કરી ઝીરો નંબરથી ગુનો બાંસવાડા ટ્રાન્સફર કર્યો છે. બીજી તરફ સગીરાનું સુરત નવી સીવીલ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ ઘટનાની પ્રાપ્ત વિગતો પ્રમાણે, સિંગણપોરમાં રહેતા પરિવારની 11 વર્ષની કિશોરીને રાજસ્થાનના બાંસવાડામાં રહેતા કિશોરીના ભાઈના કાકા સસરાએ બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી હતી. સિવિલ હોસ્પિટલ અને સિંગણપોર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, સિંગણપોર વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત એક દિકરો અને 11 વર્ષિય દીકરી છે.
આ દીકરો પરણેલો છે અને તેનું સાસરિયું બાંસવાડા ખાતે છે. આ પરિવારની જ્ઞાતિમાં રિવાજ છે કે લગ્ન બાદ પતિએ પત્નિનાં માતા-પિતાને રૂપિયા આપવાના હોય પણ પરિવાર પાસે રૂપિયા ન હોવાથી વાયદા કરતો હતો. તેનાં સાસરિયાં તેનો રસ્તો કાઢીને કહ્યું હતું કે, જમાઈ રૂપિયા ન આપી શકે તો તેની નાની બહેનને સેવા માટે રાજસ્થાન મોકલે. યુવક તે માટે તૈયાર થઈ ગયો હતો અને પાંચેક મહિના પહેલા તેના પિતા ગામ ગયા ત્યારે પોતાની બહેનને તેના સાસુ-સસરાની સેવા માટે રાજસ્થાન બાંસવાડા મોકલી હતી.
આ છોકરી બાંસવાડા રહેતી ત્યારે તેના ભાઈના કાકા સસરાએ તેની સાથે પરાણે શરીર સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. તેણે કોઈને કંઈ પણ નહીં કહેવા માટે ધમકી આપી હતી. થોડા મહિના બાદ છોકરી સુરત આવી હતી. બે દિવસથી પહેલાં તેને પેટમાં દુઃખાવો થતો હતો. તેથી તેના પિતા સોમવારે સારવાર માટે તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. તપાસ કરતાં ખબર પડી કે, દીકરી શ્રુતિ ગર્ભવતી છે અને તેને ચાર મહિનાનો ગર્ભ છે. છોકરીને લઈને તેનો પરિવાર સિંગણપોર પોલીસ સ્ટેશન ગયો હતો. સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર આર.સી.વસાવાએ ભાઈના કાકા સસરા વિરુદ્ધ બળાત્કારનો ગુનો દાખલ કરીને ઝીરો નંબરથી ફરિયાદ રાજસ્થાનના બાંસવાડા પોલીસ મથકે ટ્રાન્સફર કરી દીધી છે.