Ganesh Chaturthi: મુંબઇમાં આવી ગયા લાલબાગના રાજા, પહેલી ઝલક જોવા માટે કરો ક્લિક
ગણેશ ઉત્સવ પહેલા મુંબઈમાં ભક્તો માટે લાલબાગના રાજાની પ્રથમ ઝલક સામે આવી છે. ભક્તોએ ઢોલ-નગારા અને નાચ વચ્ચે પ્રથમ ઝાંખીના દર્શન કર્યો.
Lalbaugcha Raja: ગણેશ ઉત્સવ પહેલા મુંબઈમાં ભક્તો માટે લાલબાગના રાજાની પ્રથમ ઝલક સામે આવી છે. ભક્તોએ ઢોલ-નગારા અને નાચ વચ્ચે પ્રથમ ઝલક જોઈ હતી. આ દરમિયાન લોકોની મોટી ભીડ જોવા મળી હતી. ભક્તોએ જયઘોષ વચ્ચે લાલબાગના રાજાનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વખતે ગણેશ ઉત્સવ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ ઉત્સવ 10 દિવસ સુધી ચાલશે અને 28 સપ્ટેમ્બરે ગણેશ ઉત્સવ સમાપ્ત થઇ જશે,. સમગ્ર મહારાષ્ટ્રમાં તેની અલગ અસર જોવા મળી રહી છે. લાલબાગના રાજાને મુંબઈમાં સૌથી લોકપ્રિય ગણેશ મંડળ માનવામાં આવે છે. મોટી મોટી હસ્તીઓ અહીં ભગવાન ગણેશના દર્શન કરવા આવે છે. તેની શરૂઆત 1935માં ચિંચપોકલીના કોળીઓએ કરી હતી. આ મુંબઈના પરેલ વિસ્તારમાં આવેલા છે.
લાલબાગના રાજાના સર્કલમાં લોકોની ભીડ સૌથી વધુ છે. એવું માનવામાં આવે છે કે, દસ દિવસ સુધી ચાલનારા આ ઉત્સવ દરમિયાન સામાન્યથી લઈને ખાસ દરેક વ્યક્તિ તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હોય છે. કહેવાય છે કે ભગવાન ગણેશ અહીં આવનારા ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. અહીં ગણેશ ઉત્સવ દરમિયાન ગણપતિ બાપ્પાના દર્શન માટે લોકોની લાંબી કતારો જોવા મળે છે. દસમા દિવસે મૂર્તિ વિસર્જન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો પણ ભાગ લે છે.
#WATCH | Maharashtra | First look of Lalbaugcha Raja unveiled in Mumbai ahead of #Ganeshotsav pic.twitter.com/wzNaDQ994M
— ANI (@ANI) September 15, 2023
ગત વર્ષે લાલબાગના રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળને દંડ ફટકારવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે BMCએ લાલબાગના રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ પર દંડ લગાવ્યો હતો. 2022માં લાલબાગના રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ પર 3 લાખ 66 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ખરેખર, આ દંડ ખાડાઓ માટે કરવામાં આવ્યો હતો. ફૂટપાથ પર 53 અને રોડ પર 150 ખાડા ખોદવામાં આવ્યા હતા. BMCએ દરેક ખાડા માટે 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. દર વર્ષે મંડપ તૈયાર કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા પાસેથી પરવાનગી લેવી પડે છે.
આ પણ વાંચો
અમદાવાદની આ 26 હોસ્પિટલોએ PMJAY યોજના અંતર્ગત દર્દીઓને લૂંટ્યા, સરકારે દંડ ફટકારી માન્યો સંતોષ
NavIC: દેશી GPS માટે થઇ જાવ તૈયાર, હવે તમામ ફોનમાં આવશે ISROનું આ સોફ્ટવેર