NavIC: દેશી GPS માટે થઇ જાવ તૈયાર, હવે તમામ ફોનમાં આવશે ISROનું આ સોફ્ટવેર
NavIC: આ એક ભારતીય GPS સિસ્ટમ છે જે ISRO દ્ધારા તૈયાર કરવામાં આવી છે
NavIC in Every 5G Phone: ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે 2025ના અંત સુધીમાં તમામ સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓએ મોબાઈલમાં NavIC સુવિધા આપવી પડશે. તેમણે કહ્યું કે કંપનીઓ મોબાઈલ ફોનમાં NavIC સંચાલિત ચિપ્સનો ઉપયોગ કરી શકે છે અથવા તેઓ NavIC ચિપસેટ આપી શકે છે. નોંધનીય છે કે Appleએ તેની નવી સીરીઝમાં NavIC નો સપોર્ટ આપ્યો છે. તમને આ સેવા iPhone 15 pro અને Pro Maxમાં મળશે. NavIC નું આખુ નામ Navigation with Indian Constellation છે. આ એક ભારતીય GPS સિસ્ટમ છે જે ISRO દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેની મદદથી અમેરિકાની જીપીએસ સિસ્ટમ પર દેશની નિર્ભરતા ખતમ થઈ જશે.
In 2016, PM @narendramodi ji during #NavIC’s launch rightly predicted that, “this will be our very own NavIC, which will be in our mobiles and give us our location and show us the way to our destination.”
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) September 14, 2023
Fast forward to 2023, it has become a reality!
✅ #iPhone15 launch… pic.twitter.com/ZZVAf3nCON
કંપનીઓને પ્રોત્સાહન મળશે
રાજ્ય મંત્રીએ કહ્યું હતુ કે 5G સ્માર્ટફોનને 1 જાન્યુઆરી, 2025 સુધીમાં NavIC (Navigation with Indian Constellation) ને સપોર્ટ કરવો પડશે અને અન્ય મોબાઈલ કંપનીઓએ ડિસેમ્બર 2025 સુધીમાં તેમના ફોનમાં આ સેવા પુરી પાડવી પડશે. આ સાથે, તેમણે કહ્યું કે સરકાર પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ અથવા PLI સ્કીમના આગામી રાઉન્ડમાં સિસ્ટમ ડિઝાઇનમાં ભારતીય નિર્મિત અથવા ડિઝાઇન કરેલી NavIC-સપોર્ટિંગ ચિપ્સનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન પણ આપી શકે છે. એટલે કે કંપનીઓને થોડો ફાયદો થશે.
NDMA અને INCOIS કરી રહ્યું છે ઉપયોગ
હાલમાં દેશી જીપીએસનો ઉપયોગ સેના અને એનડીએમએ દ્વારા કરવામાં આવી રહ્યો છે. NDMA ભૂસ્ખલન, ધરતીકંપ, પૂર અને હિમપ્રપાત જેવી મોટી કુદરતી આફતો માટે ચેતવણી પ્રસારણ પ્રણાલી માટે NAVIC નો ઉપયોગ કરે છે. આ સિવાય ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સિસ્ટમ (INCOIS) પણ તેનો ઉપયોગ સમુદ્રમાં જનારા માછીમરોને ચક્રવાત, ઊંચા મોજા અને સુનામી સંબંધિત ચેતવણી આપવા માટે કરી રહ્યું છે.