શોધખોળ કરો

મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ હોસ્ટેલના પાંચમા માળેથી લગાવી મોતની છલાંગ, જાણો શું હતું કારણ

રાજસ્થાનના કોટામાં શનિવારે એક વિદ્યાર્થીનીએ હોસ્ટેલના પાંચમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી.

Suicide In Kota:રાજસ્થાનના કોટામાં શનિવારે એક વિદ્યાર્થીનીએ હોસ્ટેલના પાંચમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી.  વિદ્યાર્થી શિખા યાદવ (17) કોટામાં રહીને મેડિકલ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહી હતી. તે છેલ્લા એક વર્ષથી કોટામાં ખાનગી હોસ્ટેલમાં રહેતી હતી. તે બિહારના મધેપુરાની રહેવાસી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શિખાના પિતા એક દિવસ પહેલા તેને ઘરે પરત લેવા કોટા આવ્યા હતા, પરંતુ તે ઘરે પરત જવા માંગતા ન હતા. જેના કારણે શુક્રવારે પિતા-પુત્રી વચ્ચે બોલાચાલી થઈ હતી. ગુસ્સામાં તેણે આત્મહત્યા કરી લીધી. માહિતી મળતાં જ કુન્હાડી પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. મૃતદેહને એમબીએસ હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યો હતો.

પોલીસ અધિકારી ગંગા સહાય શર્માએ જણાવ્યું કે, કોટોના લેન્ડમાર્ક સિટીના હોસ્ટેલના પાંચમા માળેથી પડીને શિખાએ મોત છલાંગ લગાવી દીધી . તેમના પિતા તેમને મળવા આવ્યાં હતા અને સામાન પેક કરીને સાથે જવા માટે કહ્યું હતું આ દરમિયાન પિતા ચા પીવા માટે ગયા અને આ દરમિયાન જ તેમની દીકરી શિખાએ હોસ્ટેલના પાંચમા માળેથી કૂદીને આપધાત કરી લીધો. મળતી માહિતી મુજબ શિખા કોચિંગ બહુ ઓછી જતી હતી આ વાતની જાણ થતાં પિતા તેને લેવા આવ્યાં હતા. આ મુદ્દે બંને પિતા-પુત્રીને બોલાચાલી થઇ હતી અને પિતા સામાન પેક કરવાનું કહીને ચા પીવા બહાર ગયા અને આ દરમિયાન વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો. પોલીસે વધુ . પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપી દીધો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

અમેરિકામાં જેને છોડાવવા આતંકવાદી હુમલો કરાયો એ પાકિસ્તાની ન્યુરો સાયન્ટિસ્ટ આફિયા સિદ્દીકી કોણ છે ?

અમેરિકાના ટેક્સાસમાં એક આતંકવાદીએ શનિવારે યહૂદી ધર્મસ્થાન એટલે કે સિનેગોગ  પર હુમલો કરીને 4 લોકોને બંદી બનાવ્યા હતા. ટેક્સાસ પોલીસ, સ્વાટ-સ્ક્વોડ અને એફબીઆઈની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને  ચારે લોકોનો છૂટકારો કરાવીને આતંકવાદીને ઝડપી લીધો હતો.

આતંકવાદીએ હુમલો ટેક્સાસની જેલમાં બંધ પાકિસ્તાની ન્યૂરો-સાયન્ટિસ્ટ આફિયા સિદ્દિકીને છોડાવવા કર્યો હતો. આફિયાને અલ કાયદા સાથે સંબંધ રાખવાના આરોપમાં અમેરિકાની કોર્ટે સજા ફચકારી હતી અને હાલમાં જેલમાં બંધ છે. આફિયા સિદ્દિકીને છોડાવવા હુમલો થતાં કે આ આતંકી હુમલો આફિયા સિદ્દિકીના ભાઈ મુહમ્મદ સિદ્દીકીએ કર્યો હોવાના અહેવાલ કેટલાક મીડિયામાં આવ્યા હતા. આ હુમલા પછી મુહમ્મદ સિદ્દીકીએ આ આરોપોનું ખંડન કરીને કહ્યું કે, પોતે કાયદામાં માને છે અને આ કેસમાં અયોગ્ય રીતે પોતાનું નામ આવવાથી તે નારાજ છે.

આ ઘટનાના પગલે આફિયા સિદ્દિકી ચર્ચામાં આવી ગઈ છે. પાકિસ્તાનની નાગરિક ડો. આફિયા સિદ્દીકી પર અલકાયદા માટે કામ કરવાનો આરોપ છે.  મેસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીથી ન્યૂરો-સાયન્સમાં પીએચડી કરનારી આફિયા સિદ્દીકીનું નામ 2003માં આતંકી ખાલિદ શેખ મોહમ્મદની પૂછપરછમાં બહાર આવ્યું હતું. આ પહેલાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલા પછી એફબીઆઈએ મે 2002માં આફિયા અને તેના પતિ અમદદ ખાનની લાંબી પૂછપરછ કરી હતી. આ પૂછપરછ પછી આફિયા ગાયબ થઈ ગઈ હતી.

શેખે એફબીઆઈને આફિયા સિદ્દિકી વિશે જણાવ્યું હતું. તેના આધારે આફિયાની શોધખોળ શરૂ થઈ અને છેવટે આફિયાની અફઘાનિસ્તાનમાંથી ધરપકડ કરવામાં આવી. આફિયાએ બગરામની જેલમાં એક એફબીઆઈ અધિકારીને મારવાની કોશિશ કરી હતી, એ પછી તેને અમેરિકા મોકલી દેવાઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોતIND s AUS 1st Test: પ્રથમ ટેસ્ટ મેચમાં જ ઈન્ડિયાનો ધબડકો, 7 બેટ્સમેન ન કરી શક્યા ડબલ ડિઝીટનો સ્કોરRajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Health Tips: શું શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પીવું જરૂરી છે? જાણો વિગતે
Health Tips: શું શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પીવું જરૂરી છે? જાણો વિગતે
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
Embed widget