Government Jobs: સરકારી નોકરી ઇચ્છુક લોકો માટે સુર્વણ અવસર, બેન્ક અને રેલવે સહિત આ ફિલ્ડમાં થશે ભરતી
અનેક સરકારી વિભાગોમાં બમ્પર ભરતીઓ ચાલી રહી છે. અહીં પોલીસ, બેન્ક, રેલવે બોર્ડ વગેરેમાં ભરતી થશે. અરજીની છેલ્લી તારીખ જાણો
Government Jobs:અનેક સરકારી વિભાગોમાં બમ્પર ભરતીઓ ચાલી રહી છે. જો આપ પણ સરકારી કર્મચારી બનવા ઇચ્છતા હો તો અપ્લાય કરી શકો છો. અપ્લાયની છેલ્લી તારીખ અને ક્લોલિફિકેશન જાણવા માટે જે તે ભરતીની જાહેરાતની ઓફિશ્યલ વેબસાઇટ પર જઇને અપ્લાય કરી શકો છેો.
બેંકિંગ ક્ષેત્રે ભરતી
IDBI JAM અને ESO ભરતી 2023: બેંકિંગ ક્ષેત્રે કારકિર્દીની શોધમાં રહેલા લોકો માટે એક તક છે. IDBI બેંકે જુનિયર આસિસ્ટન્ટ મેનેજર અને એક્ઝિક્યુટિવ - સેલ્સ એન્ડ ઓપરેશન્સ (ESO) ની જગ્યાઓ માટે ભરતી શરૂ કરી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ - www.idbibank.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
IDBI JAM અને ESO ભરતી 2023: બેંકિંગના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે સરકારી નોકરીની ભરતી: SSC GD કોન્સ્ટેબલ ભરતી
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2023: સ્ટાફ સિલેકશન કમિશન આસામ રાઇફલ્સ પરીક્ષા, 2024 માં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF), NIA, SSF અને રાઇફલમેન (GD) પોસ્ટ્સમાં કોન્સ્ટેબલ (GD) માટે ભરતી કરી રહ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 છે.
IB Recruitment 2023
ઇન્ટેલિજન્સ બ્યુરો, ગૃહ મંત્રાલયે IB ACIO ગ્રેડ 2/ એક્ઝિક્યુટિવની 900 થી વધુ જગ્યાઓ પર ભરતી માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. નોંધણી 15 ડિસેમ્બર, 2023 ના રોજ સમાપ્ત થશે. પસંદ કરાયેલા ઉમેદવારોનો મૂળ પગાર રૂ. 44,900 થી રૂ. 1,42,400 વચ્ચે રહેશે. ઉમેદવારો અધિકૃત વેબસાઇટ – mha.gov.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
રેલ્વે ગોરખપુર ભરતી 2023 (Railway Gorakhpur Recruitment 2023)
રેલવે રિક્રુટમેન્ટ સેલ (RRC) એ નોર્થ ઈસ્ટર્ન રેલવે (NER) ગોરખપુરમાં વિવિધ એક્ટ એપ્રેન્ટિસની 1104 જગ્યાઓ માટે ભરતી શરૂ કરી છે. રેલ્વેમાં નોકરીમાં રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ner.indianrailways.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી અને ફી ભરવાની છેલ્લી તારીખ 24 ડિસેમ્બર 2023 સાંજે 5 વાગ્યા સુધી છે.
અન્ના યુનિવર્સિટી ભરતી 2023(Anna University Recruitment 2023)
અન્ના યુનિવર્સિટી ચેન્નાઈમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, આસિસ્ટન્ટ લાઈબ્રેરિયન અને આસિસ્ટન્ટ ડિરેક્ટરની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ annauniv.edu ની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 13 ડિસેમ્બર 2023 છે, જ્યારે ઑફલાઇન અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 18 ડિસેમ્બર 2023 છે.
નર્સિંગ ઓફિસરની ભરતી 2023 (Nursing officer Recruitment 2023 )
ઉત્તરાખંડ મેડિકલ સર્વિસિસ સિલેક્શન બોર્ડ (UKMSSB) એ 1455 નર્સિંગ ઓફિસરની જગ્યાઓની ભરતી માટે જાહેરાત બહાર પડી છે. નર્સિંગ ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટેની નોંધણી પ્રક્રિયા 12 ડિસેમ્બર, 2023 થી શરૂ થશે, જ્યારે અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 01 જાન્યુઆરી, 2024 છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો UKMSSB ની સત્તાવાર વેબસાઇટ ukmssb.org પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.