શોધખોળ કરો
Advertisement
ભાજપ પ્રમુખ સી.આર. પાટિલ દિલ્લીમાં મોદી ઉપરાંત બીજા ક્યા ત્રણ ધુરંધરોને મળ્યા ?
સી.આર. પાટીલ મોદી ઉપરાંત અન્ય ત્રણ ધુરંધરોને પણ મળ્યા હતા. તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ દિલ્લી ખાતે મળ્યા હતા.
નવી દિલ્લીઃ અમદાવાદઃ ગુજરાત ભાજપ પ્રમુખપદે નિમાયેલા સી.આર. પાટિલ ગુરૂવારે નવી દિલ્લીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. મોદી સાથેની મુલાકાતમાં પાટિલે ગુજરાતમાં ભાજપના આગામી કાર્યક્રમો તથા વ્યૂહરચના અંગે માહિતી આપી હોવાનું કહેવાય છે. મોદીએ સી.આર. પાટિલ સાથેની પોતાની મુલાકાત અંગે ટ્વિટ કરીને પાટિલનાં ભરપૂર વખાણ કર્યાં છે. સી.આર. પાટીલ મોદી ઉપરાંત અન્ય ત્રણ ધુરંધરોને પણ મળ્યા હતા.
તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ દિલ્લી ખાતે મળ્યા હતા. અમિત શાહે આ અંગે ટ્વીટ પણ કર્યું છે અને લખ્યું છે કે, આજે ગુજરાત પ્રદેશ ભાજપાના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી @CRPaatil ને પદગ્રહણ નિમિત્તે શુભકામનાઓ પાઠવી. મને વિશ્વાસ છે કે, એમના નેતૃત્વમાં @BJP4Gujarat સંગઠન વધુ મજબૂત થશે, સાથોસાથ ગુજરાતમાં ફરીવાર પૂર્ણ બહુમતીવાળી સરકાર બનશે.
સી.આર. પાટીલે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી.
આ ઉપરાંત તેઓ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પણ દિલ્લી ખાતે મળ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
ટેકનોલોજી
Advertisement