શોધખોળ કરો

ઉ. ગુજરાતના આ શહેરમાં એક જ દિવસમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો, ચાર બાજુ પાણી જ પાણી

ધોધમાર 12 ઈંચ વરસાદથી ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. કડી શહેરની 30 જેટલી સોસાયટીઓમાં વરસાદી પાણી ઘુસ્યા છે. કડીની ગુરૂદેવ અને શ્રીનાથ રોડ પરની સોસાયટીઓ જળમગ્ન થઈ ગઈ હતી.

મહેસાણાના કડીમાં વરસેલા ધોધમાર 12 ઈંચ વરસાદથી ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. કડી શહેરની 30 જેટલી સોસાયટીઓમાં વરસાદી પાણી ઘુસ્યા છે. કડીની ગુરૂદેવ અને શ્રીનાથ રોડ પરની સોસાયટીઓ જળમગ્ન થઈ ગઈ હતી. વરસાદી પાણી ભરાતા કડીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોની હાલત કફોડી બની છે. વરસાદી પાણી ઘુસી જતાં ઘરવખરીનો સામાન પણ પલળી ગયો હતો. મહેસાણા જિલ્લામાં રવિવારે કડી તાલુકામાં સૌથી વધુ સાંબેલાધાર સાડા અગિયાર ઈંચ વરસાદ વરસ્યો છે. તો બહેચરાજી તાલુકામાં 9 ઈંચ, જોટાણા તાલુકામાં સાડા સાત ઈંચ, મહેસાણા શહેરમાં સાત ઈંચ, ઊંજામાં પાંચ ઈંચ, વીજાપુરમાં ચાર ઈંચ, વિસનગરમાં બે ઈંચ અને ખેરાલુમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉ. ગુજરાતના આ શહેરમાં એક જ દિવસમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો, ચાર બાજુ પાણી જ પાણી કડી તાલુકામાં અગિયાર ઈંચ કરતા વધુ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. કડી શહેરના અંડરબ્રિજમાં પાણી ભરાતા સ્વીમીંગ પુલ જેવી સ્થિતિ સર્જાઈ છે. અંડરબ્રિજનો વાહનવ્યવહાર બંધ કરાયો હતો તો શહેરના કરણનગર રોડ પર આવેલી 30 જેટલી સોસાયટીમાં લોકોના ઘર સુધી વરસાદી પાણી પહોંચતા મુશ્કેલી સર્જાઈ. કડીમાં ધોધમાર વરસાદના પગલે એપીએમસીમાં પાણી ભરાતા અનાજને નુકસાન પહોંચ્યું તો મહેસાણા શહેરમાં સાત ઈંચ વરસાદ ખાબકતા શહેરના મહત્વના રસ્તાઓ જળમગ્ન બન્યા છે. મોઢેરા રોડ પર આવેલા સ્વામીનારાયણ મંદિર પાસે કેડસમા પાણી ભરાતા વાહનચાલકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી. રસ્તાઓ પર જળનો કબજો એવો તો થયો કે નાના મોટા વાહનોના પૈડાં થંભી ગયા તો શહેરના બીકે રોડ, મોઢેરા રોડ, નાગલપુર કોલેજ પાસે પણ ચાર ચાર ફૂટ પાણી ભરાયેલા જોવા મળ્યાં હતાં. શહેરના સરદાર ચોકમાં ગોઠણડૂબ પાણી ભરાયા તો રાધનપુર ચોકડી પાસે આવેલા ગોપીનાળામાં પાણી ભરાતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. ઉ. ગુજરાતના આ શહેરમાં એક જ દિવસમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો, ચાર બાજુ પાણી જ પાણી જિલ્લાના વસઈ ગામ પાસેનું તળાવ ઓવરફ્લો થતાં ગોજારીયા-વિસનગરના રસ્તા પર પાણી ભરાયા હતાં. જેના કારણે વાહનચાલકોની મુશ્કેલી પડી રહી હતી. બહુચરાજી તાલુકામાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતાં. બહુચરાજીની બહુચર પ્રાથમિક શાળા પાસે કેડસમા પાણી ભરાયા હતાં તો તાલુકાના પ્રતાપનગર ગામનં તળાવ ઓવરફ્લો થતા પાણી ગામમાંથી પસાર થવા લાગ્યું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ

Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત

Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી

GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
ChatGPT બનાવનારી કંપની હવે લાગી રહી છે એક નવી AI પેન, ફિચર્સ જાણશો તો દંગ રહી જશો

Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી

કેન્દ્રીય રેલવે મંત્રીની મોટી જાહેરાત, કહ્યુ- 'ટિકિટ ખરીદી લો, આવતા વર્ષે દોડતી થશે બુલેટ ટ્રેન'

થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો MS Dhoni, પુત્રી ઝીવાના લુકે ચોંકાવ્યા

Embed widget