શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં દર કલાકે કોરોનાના 16 નવા કેસ આવી રહ્યા છે, જાણો કેટલા લોકો ગુમાવે છે જીવ
ગુજરાતમાં હાલ કોરોનાના જે કેસ નોંધાયા છે તેમાંના અંદાજે ૨૫ ટકા માત્ર છેલ્લા ૧૦ દિવસમાં જ નોંધાઇ ચૂક્યા છે.
અમદાવાદઃ ગુરુવારે ગુજરાતમાં કોરોનાના વધુ 367 કેસ નોંધાયા હતા. એ સાથે જ ગુજરાતમાં કુલ કોરોનાનો આંકડો 15572 સુધી પહોંચી ગયો છે જ્યારે રાજ્યમાં કુલ 960 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.
છેલ્લા 10 દિવસની વાત કરીએ તો કુલ 3826 કોરોનાના કેસ નોંધાયા છે અને 266 લોકોના મોત થયા છે. આ છેલ્લા 10 દિવસના આંકડા પ્રમામે ગુજરાતમાં પ્રતિ કલાકે કોરોનાના સરેરાશ 16 નવા કેસ સાથે 1થી વધારે વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી રહી છે.
ગુજરાતમાં હાલ કોરોનાના જે કેસ નોંધાયા છે તેમાંના અંદાજે ૨૫ ટકા માત્ર છેલ્લા ૧૦ દિવસમાં જ નોંધાઇ ચૂક્યા છે. બીજી તરફ અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક ૧૧૩૪૪ થયો છે અને જેમાં આજના ૨૪૭ કેસનો સમાવેશ થાય છે. આ પૈકી છેલ્લા ૧૦ દિવસમાં જ કોરોનાના ૨૬૬૧ કેસ નોંધાયા છે અને ૨૨૫ વ્યક્તિ મૃત્યુ પામી છે. મતલબ કે, અમદાવાદમાં છેલ્લા ૧૦ દિવસથી પ્રતિ કલાકે ૧૧ નવા કેસ નોંધાઇ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના જે કુલ કેસ નોંધાયા છે તેમાંના ૭૨.૮૫ ટકા અમદાવાદમાં છે.
ગુજરાતમાં આજે ૩૬૭ કેસ નોંધાયા હતા. આ સાથે જ ગુજરાતમાં એક જ દિવસમાં ૩૦૦થી વધુ કેસ નોંધાયા હોય તેવું સતત ૩૦માં દિવસે બન્યું છે.
રાહતના સમાચાર એ છે કે, 17 દિવસ બાદ ગુજરાત અને અમદાવાદમાં ગુરુવારે સૌથી ઓછો મૃત્યુઆંક નોંધાયો છે. છેલ્લે ૧૧ મેના ગુજરાતમાં કોરોનાથી ૨૦ના જ્યારે અમદાવાદમાં ૧૯ના મૃત્યુ થયા હતા.
છેલ્લા ૧૦ દિવસમાં ગુજરાતમાં કોરોનાના કેસ-મૃત્યુ
તારીખ ગુજરાત કેસ ગુજરાત મૃત્યુ અમદાવાદ કેસ અમદાવાદ મૃત્યુ
૧૯ ૩૯૫ ૨૫ ૨૬૨ ૨૧
૨૦ ૩૯૮ ૩૦ ૨૭૧ ૨૬
૨૧ ૩૭૧ ૨૪ ૨૩૩ ૧૭
૨૨ ૩૬૩ ૨૯ ૨૭૫ ૨૬
૨૩ ૩૯૬ ૨૭ ૨૭૭ ૨૪
૨૪ ૩૯૪ ૨૯ ૨૭૯ ૨૮
૨૫ ૪૦૫ ૩૦ ૩૧૦ ૨૫
૨૬ ૩૬૧ ૨૭ ૨૫૧ ૨૩
૨૭ ૩૭૬ ૨૩ ૨૫૬ ૧૯
૨૮ ૩૬૭ ૨૨ ૨૪૭ ૧૬
કુલ ૩૮૨૬ ૨૬૬ ૨૬૬૧ ૨૨૫
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement