શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કોરોનાનો કહેરઃ આજે વધુ 176 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 143 નવા કેસ
આજે જે નવા 176 કેસ આવ્યા છે તેમાંથી 143 કેસ અમદાવાદમાં, વડોદરામાં 13, સુરતમાં 13, રાજકોટમાં 2, ભાવનગરમાં 2, આણંદ, ભરૂચ અને પંચહાલમાં 1-1 કેસ આવ્યા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કહેર યથાવત છે. રાજ્યમાં આજે 176 કેસ આવ્યા છે. જ્યારે 7 લોકોના મોત થયા છે. ઉપરાંત 2 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે ગુજરાતમાં કુલ કોરોના દર્દીની સંખ્યા 1272એ પહોંચી ગઈ છે. આ તમામ આંકડા 17 ફેબ્રુઆરી સાંચે છ કલાક પછીના છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.
આજે જે નવા 176 કેસ આવ્યા છે તેમાંથી 143 કેસ અમદાવાદમાં, વડોદરામાં 13, સુરતમાં 13, રાજકોટમાં 2, ભાવનગરમાં 2, આણંદ, ભરૂચ અને પંચહાલમાં 1-1 કેસ આવ્યા છે.
૧૭.૦૪.૨૦૨૦ ૧૮.૦૦ કલાક બાદ નવા નોંધાયેલ કેસોની વિગત
અમદાવાદમાં જે વિસ્તારમાં કેસ આવ્યા છે તેમાં ગોમતીપુર, વેજલપુર, દરિયાપુર, રામદેવનગર, દાણીલીમડા, ખાનપુર, જમાલપુર, ખાડીયા, અસારવા, જુના વાડજ, બહેરામપુરા, કાંકરીયા અને બોડકદવેનો સમાવેશ થાય છે.
આજે જે 7 લોકોના મોત થયા છે તેમાં અમદાવાદમાં 4 સ્ત્રી જેમની ઉંમર ક્રમશઃ 68, 72, 65 અને 50 હતી. ઉપરાંત સુરતમાં એક મહિલા (36 વર્ષ), અરવલ્લીમાં મહિલા (70 વર્ષ) અને વડોદરામાં એક પુરુષ (60)ના મોત થયા છે. ઉપરાંત આજે જે બે લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમાં રાજકોટ 39 વર્ષના પુરુષ અને ગાંધીનગરમાં 34 વર્ષના પુરુષનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં જે 1272 કેસ જેમાંથી 07 ક્રિટિકલ છે જ્યારે 1129 સ્ટેબલ છે. જ્યારે 88 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 48એ પહોંચ્યો છે.
કુલ ગુજરાતમાં કેસ
છેલ્લા 24 કલાકમાં 2802 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 251 પોઝિટિવ, 2551 નેગેટિવ આવ્યા છે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 24614 ટેસ્ટ કરવામાં આવ્યાછે જેમાંથી 1272 પોઝિટિવ આવ્યા છે જ્યારે 24342 નેગેટિવ આવ્યા છે.
જિલ્લો | કેસ | પુરૂષ | સ્ત્રી |
અમદાવાદ | ૧૪૩ | ૮૪ | ૫૯ |
વડોદરા | ૧૩ | ૫ | ૮ |
સુરત | ૧૩ | ૧૦ | ૩ |
રાજકોટ | ૨ | ૨ | ૦ |
ભાવનગર | ૨ | ૧ | ૧ |
આણાંદ | ૧ | ૧ | ૦ |
ભરૂચ | ૧ | ૧ | ૦ |
પાંચમહાલ | ૧ | ૧ | ૦ |
કુલ | ૧૭૬ | ૧૦૫ | ૭૧ |
ક્રમ | જીલ્લો | કેસ | મૃત્યુ | ડીસ્ચાર્જ |
૧ | અમદાવાદ | ૭૬૫ | ૨૫ | ૨૪ |
૨ | વડોદરા | ૧૫૨ | ૭ | ૭ |
૩ | સુરત | ૧૫૬ | ૬ | ૧૦ |
૪ | રાજકોટ | ૩૦ | ૦ | ૯ |
૫ | ભાવનગર | ૨૮ | ૩ | ૧૦ |
૬ | આણાંદ | ૨૭ | ૦ | ૩ |
૭ | ભરૂચ | ૨૨ | ૦ | ૦ |
૮ | ગાાંધીનગર | ૧૭ | ૧ | ૧૦ |
૯ | પાટણ | ૧૫ | ૧ | ૧૧ |
૧૦ | પાંચમહાલ | ૮ | ૧ | ૦ |
૧૧ | બનાસકાાંઠા | ૮ | ૦ | ૦ |
૧૨ | નમમદા | ૧૧ | ૦ | ૦ |
૧૩ | છોટા ઉદેપુર | ૬ | ૦ | ૦ |
૧૪ | કચ્છ | ૪ | ૧ | ૦ |
૧૫ | મહેસાણા | ૪ | ૦ | ૦ |
૧૬ | બોટાદ | ૪ | ૧ | ૦ |
૧૭ | પોરબાંદર | ૩ | ૦ | ૩ |
૧૮ | દાહોદ | ૨ | ૦ | ૦ |
૧૯ | ગીર-સોમનાથ | ૨ | ૦ | ૧ |
૨૦ | ખેડા | ૩ | ૦ | ૦ |
૨૧ | જામનગર | ૧ | ૧ | ૦ |
૨૨ | મોરબી | ૧ | ૦ | ૦ |
૨૩ | સાબરકાાંઠા | ૧ | ૦ | ૦ |
૨૪ | અરવલ્લી | ૧ | ૧ | ૦ |
૨૫ | મહીસાગર | ૧ | ૦ | ૦ |
કુલ | 1272 | 48 | 88 |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement