શોધખોળ કરો
સૌરાષ્ટ્રના આ શહેરમાં 200 જેટલા મરઘાના મોતથી ફફડાટ, જાણો વિગતો
બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે રાજ્યના અલગ-અલગ જિલ્લામાં પક્ષીઓના મૃત્યુ થતા તમામ મૃત પક્ષીઓના સેમ્પલને તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.

ગીર સોમનાથ: ગીર સોમનાથના ઉનામાં ચીખલી ગામે ફાર્મ હાઉસમા 200 જેટલા મરઘાના મોતથી ફફડાટ ફેલાયો છે. છેલ્લા એક અઠવાડિયામા 100થી વધુ મરઘા મોતને ભેટયા હોવાનું ફાર્મ હાઉસ માલિકનું કહેવું છે. મરઘાના એકાએક મોત ના સમાચારને લઈને સ્થાનિક પશુ ચુકિત્સકની ટીમ ચીખલી પહોંચી છે. જૂનાગઢ પશુ ચિકિત્સકની ટીમ પણ ગીર સોમનાથના ઉનામાં ચીખલી પહોંચી રહી છે. પશુ ચિકિત્સક મુજબ અહીં વિદેશી પક્ષીઓ તળાવોમાં મોટી સંખ્યામાં આવે છે. જેને કારણે મરઘીઓના સેમ્પલ લઈને રિપોર્ટ કરવો જરૂરી છે. રાજયમાં કોરોના મહામારી વચ્ચે પક્ષીઓમાં બર્ડ ફ્લૂએ પણ દસ્તક આપી દીધી છે. બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે રાજ્યના અલગ-અલગ જિલ્લામાં પક્ષીઓના મૃત્યુ થતા તમામ મૃત પક્ષીઓના સેમ્પલને તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. પક્ષીઓના મૃત્યુથી પ્રશાસન એલર્ટ થઈ ગયું છે. ગુજરાત સહિત સાત રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસ આવી ચુક્યા છે. દેશભરમાં આશરે 1200 પક્ષીઓના બર્ડફ્લૂથી મોત થયા છે. દિલ્લીમાં પક્ષીઓની આયાત પર પ્રતિબંધ. લગાવાયો છે. ઉત્તર પ્રદેશમાં પણ અસંખ્ય પક્ષીઓના મોત થયા છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















