2008 Ahmedabad Serial Blasts Case: 49 દોષિતોને સજાના ઓર્ડર માટે હવે કોર્ટ 11 ફેબ્રુઆરીએ કરશે સુનાવણી
આતંકીઓએ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બોંબ મૂકાયા હતા.
LIVE
Background
26 જુલાઈ, 2008 એક પછી એક 21 બોંબ વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું હતું અમદાવાદ. ઘટનાના 14 વર્ષ બાદ વિશેષ અદાલતનો ચુકાદો આવ્યો અને 77માંથી 49 આરોપીને દોષિત જાહેર કરાયા જ્યારે 28 આરોપીને પુરાવાઓના અભાવે નિર્દોષ જાહેર કરાયા. તમામ દોષિતોને આજે સજા સંભળાવાશે. સવારે 10.30 વાગે દોષિત ઠરેલા 49 આરોપીઓ વિડિયો કોન્ફરન્સમાં જોડાશે. ત્યારે કોર્ટ તેમને બોલશે કે તમને વિવિધ કલમો હેઠળ દોષિત ઠરાવ્યા છે. તે વિષે તમારે શું કહેવું છે.
આરોપીઓને સાંભળ્યા બાદ આરોપીઓના વકીલો સજા ઓછી કરવા દલીલ કરશે. જયારે સરકારી વકીલો વધુમાં વધુ સજા ફટકારવાની દલીલો કરશે. આરોપીઓ અને વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ આરોપીઓને સજા ફટકારવાનો આદેશ કરશે. આરોપીઓ જે કાયદાઓ અને કલમો હેઠળ દોષિત સાબિત થયા છે. તેમાં ઓછામાં ઓછી જન્મટીપ અને વધુમાં વધુ ફાંસીની સજાની જોગવાઇ છે. તેથી સરકાર આરોપીઓને ફાંસનીની સજાની માંગણી કરે તેવી શક્યતા છે.
એકસાથે સંખ્યાબંધ આરોપીઓને દોષિત ઠેરવાયા હોય તેવો આ દેશનો સૌપ્રથમ કેસ છે. જો કે કોર્ટે જે 28 આરોપીઓને નિર્દોષ છોડયા છે. પરંતુ આ આરોપીઓ અન્ય કેસોમાં સજા ભોગવી રહ્યા છે અથવા અન્ય કેસોની ટ્રાયલ તેમની સામે પેન્ડીંગ છે. 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરના 20 જેટલા વિસ્તારમાં સિરિયલ બોંબ વિસ્ફોટ થયા હતા. જેમાં 56 લોકોના મૃત્યુ અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં અમદાવાદમાં 20 અને સુરતમાં 15 એફઆઈઆર નોંધાઈ હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં કુલ 99 આંતકવાદીને આરોપી ગણાવાયા હતા. જે પૈકી 82 જેટલા શખ્સની ધરપકડ કરાઈ હતી, જ્યારે હજી પણ 8 આરોપી ફરાર છે.
આતંકીઓએ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બોંબ મૂકાયા હતા. ટિફિનમાં બોંબ મૂકી ચોરી કરેલી સાયકલમાં ફીટ કરાયા હતા. તો સિવિલ અને LG હોસ્પિટલમાં ગાડીમાં બોંબ ફીટ કરાયા હતા. બોંબ વિસ્ફોટ માટે દોષિતોએ બકાયદા કેમ્પમાં જઈ ટ્રેનિંગ પણ લીધી હતી.
11 ફેબ્રુઆરીએ સુનાવણી
11 ફેબ્રુઆરીએ સજાના ઓર્ડર માટે કોર્ટ કરશે સુનાવણી.
બચાવ પક્ષના વકીલો જેલમાં બંધ દોષીતોની આજે જ મુલાકાત લે
કોર્ટે કહ્યું, બચાવ પક્ષના વકીલો જેલમાં બંધ દોષીતોની આજે જ મુલાકાત લે. તેમનો પક્ષ જાણે અને બાદમાં કોર્ટમાં રજુઆત કરે.
દરેક દોષિતની મેડિકલ ડાયરી તેમના વકીલને જેલ પ્રશાસન આજે જ આપે એવી જેલ પ્રશાસનને કોર્ટની તાકીદ.
શૈક્ષણિક લાયકાત સહિતની વિગતો દોષિતોના પરિવાર પાસેથી તેમના વકીલો મેળવી લે એવી કોર્ટની તાકીદ.
દોષીતોએ આતંકી કૃત્ય કર્યું
પ્રોસિક્યુશનની રજુઆત આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ, સુરંગ કાંડ જેવી બાબતો પણ કોર્ટે ધ્યાને લેવી જોઈએ.
વાલ્મિકીઓ રોજ નથી થતા
એક ચુકાદા નો હવાલો આપીને પ્રોસિક્યુશને કોર્ટને કરી રજુઆત. વાલ્મિકીઓ રોજ નથી થતા, કે જેમનામાં સુધારાનો અવકાશ હોય.
પ્રોસિક્યુશન ની રજુઆત
દોષીતોએ જઘન્ય અપરાધ કર્યો. મહત્તમ સજા થવી જોઈએ. રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો કોર્ટમાં રેફરન્સ અપાયો.