શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના આ પાટીદાર ધારાસભ્યના પરિવારના 22 સભ્યોને કોરોના થતાં ખળભળાટ, જાણો ક્યાં દાખલ કરાયા ?
ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાનો પરિવાર પણ કોરોનાની લપેટમાં આવી ગયો
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે ટંકારા કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાનો પરિવાર પણ કોરોનાની લપેટમાં આવી ગયો છે એવું ગુજરાતના એક અગ્રણી અખબારના અહેવાલમાં જણાવાયું છે.
લલિત કગથરાના 22 સભ્યો કોરોના પોઝિટીવ હોવાનું શનિવારે જાહેર થયું હતુ. જો કે લલિત કગથરા અને તેમના પત્નિને કોરોનાનો ચેપ નથી લાગ્યો. બંનેનો કોરોનાનો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે.
લલિત કગથરાના પરિવારના સભ્યો રાજકોટ ખાતે પારસ સોસાયટીમાં રહે છે. ધારાસભ્યનો આખો પરીવાર કોઈક પ્રસંગે પારસ સોસાયટીમાં ભેગો થયો હતો. આ પૈકી કોઈ એક વ્યક્તિને ચેપ લાગતાં પરિવારનો અન્ય સભ્યોમાં પણ ચેપ ફેલાયાનું જાણમાં આવ્યુ છે.
કગથરા પરિવારના 22 સભ્યોના પોઝિટીવ રિપોર્ટ આવ્યા બાદ તમામને રાજકોટમાં ત્રણ અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion