Heart Attack Death: જંબુસરમાં વધુ એક આશાસ્પદ યુવકનો હાર્ટ અટેકે લીધો ભોગ, 28 વર્ષિય યુવક ધબકાર ચૂકી ગયો
રાજ્યમાં હાર્ટ અટેકથી મોતનો સિલસિલ થંભવાનું નામ નથી લેતો, સુરત, રાજકોટ બાદ જંબુસરમાં પણ હાર્ટ અટેકે વધુ એક આશાસ્પદ યુવકનો જીવ લીધો
Heart Attack Death:રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. આજે વધુ એક આશાસ્પદ યુવક હાર્ટ અટેકની ભેટ ચઢી ગયો. જંબુસરના 28 વર્ષિય યુવક શાહરૂખ અબ્બાસખા પઠાણનું હાર્ટ અટેકથી નિધન થયું છે. શાહરૂખને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હાર્ટ અટેક આવી જતાં શાહરૂખને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. શાહરૂખના નિધનથી પરિવારમાં શોકમગ્ન છે. અચાનક નિધનથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. યુવક તલાવપુરા વિસ્તારમાં રહેતો હતો.
મુંબઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવેલા 37 વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી મોત
રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે રાજકોટ સુરત બાદ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવેલા મુંબઇના યુવકનું પણ હાર્ટ અટેકથી મોત થયું છે.
રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.રાજકોટ સુરત બાદ આજે નર્મદામાં 37 વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવેલાં મુંબઈના 37 વર્ષિય યુવકનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે. મુંબઈથી 37 વર્ષિય કેવલ મનસુખલાલ હરીયા એકતાનગર ખાતે એસ.ઓ.યુ ફરવા માટે આવ્યા હતા. તેઓ ખડગદા ગામે વૃંદાવન હોમસ્ટે ખાતે રોકાયેલ હતા. આ તે દરમિયાન કેવલને છાતીમાં દુખાવો થતા તેના મિત્રો એકતાનગર ખાનગી દવાખાને સારવાર કરવા માટે લઈ ગયા હતા જો કે ડોક્ટરે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે ગરૂડેશ્વર સરકારી હોસ્પીટલ ખાતે રીફર કરવાની સલાહ આપી હતી. જો કે ત્યાં પહોંચતાં જગરુડેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરે કેવલ મનસુખલાલ હરીયાને મૃત જાહેર કર્યો હતા. કેવલના આટલી નાની વયે અચાનક નિધનથી પરિવારના સભ્યો સ્તબ્ધ છે.