Banaskantha: શાળાના મેદાનમાં હિંચકા પર ઝુલતી વખતે વીજ કરંટ લાગતા બે બાળકીના મોત, પરિવારમાં માતમ છવાયો
બનાસકાંઠા: દાંતા તાલુકાની શાળામાં એક હ્યદયદ્વાવક ઘટના સામે આવી છે. અહીં હીંચકે ઝૂલતી 3 બાળકીને કરંટ લાગ્યો હતો. જે બાદ 2 બાળકીના મોત નિપજતા અરેરાટી મચી જવા પામી છે.
બનાસકાંઠા: દાંતા તાલુકાની શાળામાં એક હ્યદયદ્વાવક ઘટના સામે આવી છે. અહીં હીંચકે ઝૂલતી 3 બાળકીને કરંટ લાગ્યો હતો. જે બાદ 2 બાળકીના મોત નિપજતા અરેરાટી મચી જવા પામી છે. મોર ડુંગરા પ્રાથમિક શાળામાં 3 બાળકીને વીજકરંટ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. હીંચકો ખાતા સમયે વીજ કરંટ લાગ્યો અને બન્ને બાળકીઓ મોતને ભેટી.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર લોખંડના હીંચકાને પાણીના બોર્ડનું સ્ટાર્ટર જોડાયેલું હોઈ જેના લીધે રમતી બાળાઓને વીજ કરંટ લાગ્યો હતો. સ્કૂલના ગ્રાઉન્ડમાં હસતી રમતી બાળાઓ અચાનક મોતને ભેટતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. તો બીજી તરફ મૃતક બાળકીના પરિવારમાં માતમ છવાયો છે.
સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના બનતી હાહાકાર મચી ગયો છે. સુરતમાં નામચીન બુટલેગરની હત્યા કરી દેવામાં આવી છે. બુટલેગર નાનુ પટેલની છરીના ઘા મારી સરાજાહેર હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. CCTVમાં હત્યાનો બનાવ કેદ થયો છે. સુરતના વેસુ વિસ્તારમાં બુટલેગર નાનુ પટેલ સવારે આગમ મોલ પાસે નાસ્તાની લારી પાસે બેઠો હતો. એ સમયે 3 શખ્શોએ તેની હત્યા કરી નાંખી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું કે, પ્રદીપ શુક્લા અને તેના સાગરિતોએ નાનુ પટેલની હત્યા કરી છે. દારૂના ધંધાની અદાવતમાં નાનુ પટેલની હત્યા થઈ હોવાનું મનાઈ રહ્યું છે. મૃતક નાનુ પટેલ ગુનાહિત ઈતિહાસ ધરાવતો હતો. તેની સામે અગાઉ અનેક કેસ નોંધાઈ ચૂક્યા છે. શુક્રવારે વહેલી સવારે અલથાણના આગમ શોપિંગની સામે બુટલેગર નાનુ પટેલ ઉર્ફે નાનીયાની ચપ્પુના ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરવામાં આવી છે. સરુત શહેરમાં બનેલી આ હત્યાની ઘટનાથી હાહાકાર મચી ગયો છે.
છરીના ઉપરાછાપરી ઘા મારીને તેની હત્યા કરી નાખી
વેસુ વિસ્તારના આભવા રોડ પર આવેલ શોપિંગ કોમ્પ્લેક્સ નજીક આવેલી એક નાસ્તાની દુકાન પર નાનીયો પટેલ નામનો બુટલેગર બેઠો હતો. ત્યારે બે શખ્સ મોઢે રૂમાલ બાંધીને ત્યાં આવ્યા હતા અને નાનીયો પટેલ પર છરીના ઉપરાછાપરી ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી. હત્યા કરી બંને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના ત્યાં લગાવવામાં આવેલા CCTV માં કેદ થઈ હતી.
ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો
આ ઘટનાની જાણ થતા અલથાણ પોલીસ સ્ટેશન સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા આ કેસમાં વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, બુટલેગર નાનુ ઉર્ફે નાનીયા પટેલની હત્યા ડીંડોલી વિસ્તારમાં રહેતા પ્રદીપ શુક્લા અને તેના સાગરીતો દ્વારા કરવામાં આવી છે. જો કે, હત્યા કયાં કારણોસર કરવામાં આવી તે દિશામાં તપાસ હાલ ચાલુ છે. મૃતક નાનીયો પટેલ વિરુદ્ધ અગાઉ અનેક પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધાયેલા છે. પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.