શોધખોળ કરો
Advertisement
નીતિન પટેલની સરકારી કર્મચારીઓને મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો થયો વધારો? જાણો
ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આજે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં સરકારી કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો કરવાની જાહેરાત કરી હતી.
ગાંધીનગર: ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આજે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં સરકારી કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો કરવાની જાહેરાત કરી હતી. મોંઘવારી ભથ્થાના વધારાને કારણે રાજ્ય સરકારની તિજોરી ઉપર અંદાજે 1,071 કરોડનો બોજો પડશે. કર્મચારીઓને મોંઘવારી ભથ્થું જૂલાઈના પગારમાં એક સાથે આપવામાં આવશે. જાન્યુઆરી 2019ની અસરથી મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવી છે.
પત્રકાર પરિષદમાં નીતિન પટેલે કહ્યું હતું કે, ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોનો પગાર પણ વધારો કરવામાં આવશે. ફિક્સ પગારદારો માટે પણ રાહતના સમાચાર છે. હવે નવ ટકાની જગ્યાએ 12 ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે. સરકારી કર્મચારી-પેંશનર્સને તેનો લાભ મળશે.
9 લાખ 36 હજાર કર્મચારી પેંશનર્સને લાભ મળશે. વિવધ કક્ષાએથી પગાર વધારા માટે રજૂઆત કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement