ભરૂચના દહેજમાં દુર્ધટના, પ્લાન્ટનો વાલ્વ લીકેજ હોવાથી ગેસ લીક થતાં 4નાં મૃત્યુ
ભરૂચના દહેજમાં ગેસ ગળતરના કારણે 4 કામદારના કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. પ્લાન્ટનો વાલ્વ લીક હોવાથી ગેસ લીક થતાં 4નો ભોગ લીધો
ભરૂચના દહેજમાં ગેસ ગળતરના કારણે 4 કામદારના મૃત્યુ થયા છે. અહીં GFL કંપનીમાં સીએમએસ પ્લાન્ટમાં વાલ્વ લીકેજ થયા બાદ દુર્ઘટના સર્જાઇ હતી. વાલ્વ લીક હોવાથી ગેસ લીક થયો હતો અને ચારેય કામદારોની ગેસ ગળતરના કારણે તબિયત લથડી હતી. ઘટના બાદ તાબડતોબ ચારેય કામદારને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતા. જો કે દુર્ભાગ્યવશ ચારમાંથી એક પણનો જીવ ન હતો બચાવી શકાયો. સારવાર દરમિયાન ચારેયના મોત થયા હતા. સમગ્ર દુર્ઘટનાને પગલે પોલીસ તપાસ શરૂ કરી છે. કંપનીમાં એક કર્મચારી અને કોંટ્રાક્ટ પર કામ કરતા 3 કામદારના મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મૃતકોને 25 લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
તો બીજી તરફ અમદાવાદ શહેરમાં કાર ચાલકે વૃદ્ધાને અડફેટે લેતાં વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. જમાલપુર પાસે શાકભાજી વેચતા વૃદ્ધાને પૂરપાટ ઝડપે આવતા વાહને કચડી નાખતાં વૃદ્ધને ગંભીર ઇજા પહોંચી હોવાથી મૃત્યુ થયાં છે. જ્યારે આ અકસ્માતમાં બે અન્ય લોકોને ઇજા પહોંચી છે. સમગ્ર ઘટના બાદ કાર ચાલક પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.
તો ખેડાના નડિયાદમાં રફતારનો કહેર જોવા મળ્યો.નડિયાદના પારસ સર્કલ પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી કારે અન્ય બે કારને અડફેટે લીધી હતી. અકસ્માત બાદ એક કાર વૃક્ષ સાથે અથડાઈ
સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઇ નથી પરંતુ લોકોને સામાન્ય ઇજા પહોંતી હતી. સમગ્ર અકસ્માતને પગલે પોલીસ ધટના સ્થળે પહોંચી ગઇ હતી અને સમગ્ર તપાસ હાથ ધરી હતી.
તો બીજી તરફ વલસાડના સુગર ફેકટરી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર બનેલી અકસ્માતની ઘટનામાં એકનું મોત નિપજ્યું છે. અહીં વલસાડ હાઇવે ઉપર આવેલ વાંકી નદીના પુલ પાસે 2 શ્રમિક બાઈક પર જતાં હતા જે દરમિયાન સુગર ફેકટરી ઓવરબ્રિજની બાજુમાં સુરતથી મુંબઈ જતા માર્ગ પર તેમની બાઈક સ્લીપ થઈ જતા તેઓ ધડાકાભેર રસ્તા ઉપર પટકાઇ હતી અને બન્ને શ્રમિકોને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી..અકસ્માત ઘટના બનતા જ રાહદારીઓ તથા સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા જો કે સારવાર દરમિયાન 24 વર્ષીય મધ્યપ્રદેશના રહેવાસી ક નારાયણ મંગુ મેઢાનું મોત નીપજ્યું હતું..સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી