શોધખોળ કરો

આજે સવારે ઉત્તર ગુજરાતના કયા તાલુકામાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ તુટી પડ્યો? જાણો વિગત

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે ત્યારે હવામાન વિભાગ આજે અને કાલે એમ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. મહેસાણા જિલ્લામાં સતત ત્રણ દિવસથી અલગ-અલગ જગ્યાએ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે

મહેસાણા: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે ત્યારે હવામાન વિભાગ આજે અને કાલે એમ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. મહેસાણા જિલ્લામાં સતત ત્રણ દિવસથી અલગ-અલગ જગ્યાએ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે આજે પણ વહેલી સવારે મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેમાં સતલાસણામાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. સવારે 6 વાગેથી 8 વાગ્યા સુધી મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સતલાસણા તાલુકામાં માત્ર બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે બજારોમાં નદીઓ વહેતી થઈ હોય તેમ દ્રશ્યો જોવા મળ્યાં હતાં. જ્યારે ખેરાલુમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મહેસાણા જિલ્લાના અન્ય તાલુકામાં ધીમીધારે વરસાદનું આગમન થઈ રહ્યું છે. ત્યારે ખેરાલુ 28 મીમી, મહેસાણામાં 13 મીમી, વડનગરમાં 10 મીમી, વિસનગરમાં 6 મીમી અને સતલાસણામાં 120 મીમી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી ત્યારે નદી-નાળા પણ છલકાઈ ગયા હતાં. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, શનિવાર અને રવિવાર માટે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે આગામી 3-4 દિવસ માટે નદીમાં ભારે પૂરની શક્યતા સેવાઇ રહી છે. આ ઉપરાંત અમદાવાદમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Navsari: નવસારી આત્મહત્યા કેસ, 4 શખ્સો અને પોલીસકર્મીની ધમકીથી કંટાળી 28 વર્ષીય યુવકે ખાધો ગળેફાંસો
Navsari: નવસારી આત્મહત્યા કેસ, 4 શખ્સો અને પોલીસકર્મીની ધમકીથી કંટાળી 28 વર્ષીય યુવકે ખાધો ગળેફાંસો
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
Rain Forecast: ગુજરાત હવામાન અપડેટ, રાજ્યના 13 જિલ્લાઓમાં આગામી કલાકોમાં વરસાદની આગાહી, યલો એલર્ટ જાહેર
Rain Forecast: ગુજરાત હવામાન અપડેટ, રાજ્યના 13 જિલ્લાઓમાં આગામી કલાકોમાં વરસાદની આગાહી, યલો એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Embed widget