શોધખોળ કરો

Kutch: કચ્છમાં બે દિવસમાં અકસ્માત અને અપમૃત્યુની ઘટનાથી 5 લોકોના મોત

કચ્છ: પૂર્વ કચ્છમાં અકસ્માત અને અપમૃત્યુની ઘટનાઓમાં બે દિવસમાં 5 માનવ જીંદગી પર પુર્ણવિરામ લાગ્યું છે.

કચ્છ: પૂર્વ કચ્છમાં અકસ્માત અને અપમૃત્યુની ઘટનાઓમાં બે દિવસમાં 5 માનવ જીંદગી પર પુર્ણવિરામ લાગ્યું છે. ગાંધીધામ રેલ્વે પીટ લાઇન પાસે સૂકા ઝાડમાં લાગેલી આગ બૂઝાવી રહેલા રેલ્વે કર્મીના હાથમાં રહેલી ફાયર સેફ્ટી બોટલ ફાટતાં ગંભીર ઇજાઓને કારણે મોત નિપજ્યું હતું. આ ઉપરાંત ગાંધીધામના મોડવદર પાસે ડમ્પર કાર સાથે અથડાતાં કારમાં સવાર રાપરના યુવકનું મોત નિપજ્યું હતું. તો બીજી તરફ મચ્છુનગર સ્મશાન પાસે ટ્રક પલટી જતાં ચાલકે જીવ ગુમાવ્યો હતો.

અમદાવાદ-મુંબઈ હાઇવે પર ડમ્પર પાછળ બસ ઘુસી જતા બે લોકોના ઘટના સ્થળે જ મોત

સુરત: અમદાવાદ-મુંબઈ હાઇવે પર કોસંબા નજીક અકસ્માત સર્જાયો છે. રસ્તા પર ઉભેલા ડમ્પર પાછળ લક્ઝરી બસ અથડાઇ હતી. બસમાં સવાર મુસાફરોમાંથી બે મુસાફરોના ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે અન્ય ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતને લઈ કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. મૃતદેહને બહાર કાઢવા ક્રેનની મદદ લેવાઈ હતી.

રાજકોટમાં જાણીતા મહિલા ડોક્ટરનો તેમના જ ઘરમાંથી મળી આવ્યો મૃતદેહ

રાજકોટ: મહિલા કોલેજના  PSM વડા  ડોકટર શોભાનો ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો છે. રેશકોર્ષ પાર્કમાં રહેતા ડો.શોભાનો તેના જ ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો છે. આ  વાત ત્યારે સામે આવી જ્યારે ગોધરા રહેતી તેમની દીકરીએ અનેક ફોન કરતા ફોન રિસીવ ન થતા તેમણે પાડોશીને ફોન કર્યો હતો. પાડોશી અને મેડિકલ કોલેજનો સ્ટાફ એકત્ર થઈ દરવાજો તોડતા ડો.શોભાનો મૃતદેહ બેડ પર પડ્યો હતો. જોકે અંદર ટીવી.પંખા ચાલુ હતા. મૃતક ડોકટરના પતિ વડોદરા મેડિકલ કોલેજમાં ફરજ બજાવે છે. દીકરો ગોધરા ઈન્ટર્નલ ડોકટર તરીકે ફરજ બજાવે છે. જોકે આજે બધા આવ્યા બાદ પીએમની કાર્યવાહી થશે. હાલમાં આ સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે તપાસ શરુ કરી છે. ડોક્ટરના મોતને લઈને અનેક સાવલો ઉભા થયા છે.

અરવલ્લીમાં રાત્રે ખેતરમાં પાણી વાળતા ખેડૂતનું ઠંડીમાં ઠૂઠવાઈ જતા મોત

અરવલ્લી જીલ્લામાં ઠંડીથી ઠુઠવાઈ જતા ખેડૂતનું મોત થયું છે. મોડાસાના ટીટોઇ ગામનાં 57 વર્ષીય ખેડૂતનું ઠંડીથી મોત થતા ગામમમાં શોકનો માહોલ સર્જાયો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રાત્રિના સમયે આ ખેડૂત ખેતરમાં પાણી વાળવા ગયા હતા. તે દરમિયાન કાતિલ ઠંડીના કારણે તેમનું મોત નિપજ્યું. નોંધનીય છે કે, રાત્રિના સમયે ખેતી વિષયક લાઈટ આવતાં મજબૂરી વશ ખેડુતો કડકડતિ ઠંડી વેઠવા મજબૂર બન્યાં છે. રાત્રિના સમયે અતિશય ઠંડી એ લવજીભાઈ વિરસંગભાઈ પટેલ નામના ખેડૂતનો ભોગ લીધો છે. વહેલી સવારે ખેડૂત ખેતરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા બાદ સમગ્ર પંથકમાં વીજ તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dwarka: ખેડૂતોના સમર્થનમાં આવ્યા ભાજપ સાંસદ પૂનમ માડમ, સરકારી પ્રોજેક્ટમાં જમીન વળતર મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા
Dwarka: ખેડૂતોના સમર્થનમાં આવ્યા ભાજપ સાંસદ પૂનમ માડમ, સરકારી પ્રોજેક્ટમાં જમીન વળતર મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gujarat Rain: મહીસાગરમાં સતત ચોથા દિવસે વરસાદ, લુણાવાડા-સંતરામપુર અને કડાણામાં વરસાદી ઝાપટાં
Gujarat Rain: મહીસાગરમાં સતત ચોથા દિવસે વરસાદ, લુણાવાડા-સંતરામપુર અને કડાણામાં વરસાદી ઝાપટાં
Smart Meter: વીજગ્રાહકો માટે મોટા સમાચાર, હવે ગુજરાતમાં 1.20 કરોડ ઘરોમાં ફરજિયાત લાગશે સ્માર્ટ મીટર
Smart Meter: વીજગ્રાહકો માટે મોટા સમાચાર, હવે ગુજરાતમાં 1.20 કરોડ ઘરોમાં ફરજિયાત લાગશે સ્માર્ટ મીટર

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
Embed widget