શોધખોળ કરો
58 વર્ષના ક્યા સ્વામીનારાયણ સાધુને મહિલા સાથે બંધાયા સંબંધ ને તેને લઈને ભાગી ગયા, પતિએ શું નોંધાવી ફરિયાદ ?
ચકલાસીના પીએસઆઈ જીગર પટેલે કહ્યું, મંદિરના કોઇ સ્વામી મહિલાને ભગાડી ગયાની અરજી મળી નથી માત્ર મહિલાના પરિવારજનોની રજૂઆતના આધારે ગુમ કે ખોવાયાની નોંધ કરી શોધખોળ શરૂ કરવામાં આવી છે.

(પ્રતીકાત્મક તસવીર)
વડતાલઃ સાધુએ ફરી એક વખત ભગવો લજવ્યો હોવાની ઘટના બની છે. વડતાલ ગામની પરિણીતાને લઈને મંદિરના સ્વામી આધારસ્વરૂપ ગુરુસ્વામી હરિવલ્લભદાસજી (ઉવ.58) 8 ફેબ્રુઆરીના રોજ ભાગી જતાં વ્યથિત બનેલા પરિણીતાના પતિએ ગૃહ મંત્રાલયે પત્ર લખીને આ મુદ્દે ન્યાની માંગ કરી છે.
જે મુજબ તેની પતિ 8 ફેબ્રુઆરીએ બપોરે 1.30 થી ગુમ થતાં પરિચિતોમાં તપાસ કરતાં મળી આવી નહોતી. આધારસ્વામી પત્નિને લઈને ભાગી ગયો હોવાનો આક્ષેપ પણ અરજીમાં કરાયો છે. ખેડા જિલ્લાના ચકલાસી પોલીસમથકે 10 ફેબ્રુઆરીએ ગુમન થયાની જાણવા જોગ અજી આપી હતી. જે બાદ તેને જાણ થઈ કે પત્નીને મંદિરના કોઠારનો વહીવટ કરતાં સ્વામી આધારાસ્વરૂપ ગુરુસ્વામી હરિવલ્લભદાસજી પૈસાની લાલચ આપી મોહજાળમાં ફસાવી ફરાર થઈ ગયો હોવાના આક્ષેપ સાથે રજુઆત કરી છે. ઉપરાંત હવસ સંતોષ્યા બાદ પત્નિને જાનથી મારી નાંખીને લાશ પણ સગેવગે કરી દેશે તેવી પણ આશંકા વ્યક્ત કરી છે.
આ અંગે આધારસ્વામીના ફોન પર સંપર્ક કરવાનો પ્રયત્ન કરતાં બંધ આવતો હતો. ચકલાસીના પીએસઆઈ જીગર પટેલે કહ્યું, મંદિરના કોઇ સ્વામી મહિલાને ભગાડી ગયાની અરજી મળી નથી માત્ર મહિલાના પરિવારજનોની રજૂઆતના આધારે ગુમ કે ખોવાયાની નોંધ કરી શોધખોળ શરૂ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
ક્રિકેટ
Advertisement
