મોરબીઃ 27 વર્ષના હેવાને 7 વર્ષની બાળા પર ગુજાર્યો બળાત્કાર, હવસ સંતોષ્યા પછી કેવી રીતે નિર્દયતાથી કરી હત્યા ? જાણો વિગત
મોરબીના સરતાનપર રોડ પર આવેલ મોટો સિરામિક કારખાનાથી થોડે જ દુર આવેલ પાંજરાપોળની વિરાન જગ્યામાં જમીનમાં દાટેલી હાલતમાં એક સાત વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી.

મોરબીઃ મોરબીમાં બનેલી એક આઘાતજનક ઘટનામાં 24 વર્ષના હવસખોરે પડોશમાં રહેતી 7 વર્ષની માસૂમ બાળા પર બળાત્કાર ગુજાર્યા પછી પોતાનું પાપ છૂપાવવા પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ હવસખોર બાળકીને ચોકલેટની લાલચ આપીને લઈ ગયો હતો.
હવસખોર પડોશમાં જ રહેતી માત્ર 7 વર્ષની દીકરી જેવડી ઉંમરની બાળકીને ચોકલેટની લાલચ આપીને કારખાનાની બહાર લઇ ગયો હતો. તેના પર બળાત્કાર ગુજાર્યા પછી પથ્થરથી બાળકીની હત્યા કરી નાખી હતી. પોતાની હવસ સંતોષીને બાળકીની હત્યા કર્યા બાદ તેણે બાળકીની લાશને કારખાનાથી લગભગ 200 મીટર દૂર આવેલી પાંજરાપોળની વેરાન જગ્યામાં ખાડો ખોદી દાટીને ઉપર પ્લાસ્ટિક બેગ મૂકીને લાશ ઢાંકી દીધી હતી. ત્યાર બાદ કારખાનામાં આવીને કાંઈ બન્યું જ ના હોય એમ જીવવા લાગ્યો હતો.
મોરબીના સરતાનપર રોડ પર આવેલ મોટો સિરામિક કારખાનાથી થોડે જ દુર આવેલ પાંજરાપોળની વિરાન જગ્યામાં જમીનમાં દાટેલી હાલતમાં એક સાત વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી.
પ્રાથમિક તપાસમાં બાળકી પર બળાત્કાર કરીને હત્યા કરી નાખવામાં આવી હોવાની માહિતી મળી હતી. તપાસમાં મૃતક બાળકી લાશ મળ્યાના ચાર દિવસ પહેલાથી ગુમ થયેલી કારખાનાના કામદારની પુત્રી હોવાનું બહાર આવ્યું હતું, પોલીસે તપાસ કરતા કારખાનામાં કામ કરતો મૂળ ઝારખંડનો દુર્ગાચરણ ઉર્ફે ટારઝન સેવૈયા શંકાસ્પદ વ્યક્તિ જણાયો હતો. પોલીસની આકરી પૂછપરછમાં તેણે જ મૃતક બાળકી ઉપર બળાત્કાર ગુજરાતીને હત્યા કર્યાની કબૂલાત કરી હતી. મોટો સિરામિકમાં સાત વર્ષથી આરોપી દુર્ગાચરણ નોકરી કરતો હતો. પોલીસે તેને ઝડપી લીધા બાદ આકરી પૂછપરછમાં પોતાના પાપની કબૂલાત કરી હતી.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















