શોધખોળ કરો

અમદાવાદની 15, વડોદરાની 10થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ગુજરાતને ખાલીસ્તાન બનાવવાની ચીમકી

Bomb Threat E Mail: અમદાવાદની 15 અને વડોદરાની 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઘટનાની જાણ થતા પોલીસની અલગ- અલગ ટીમોએ સ્કૂલમાં ચેકિંગ શરૂ કર્યું હતું.

Bomb Threat E Mail: ગુજરાતની 25 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદની 15 અને વડોદરાની 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઘટનાની જાણ થતા પોલીસની અલગ- અલગ ટીમોએ સ્કૂલમાં ચેકિંગ શરૂ કર્યું હતું. વડોદરા બાદ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસે બોમ્બ સ્કવૉડ, ડૉગ સ્કવૉડની ટીમોને સાથે રાખી સ્કૂલોમાં તપાસ શરૂ કરી હતી. 

અમદાવાદની 15, વડોદરાની 10થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઈ-મેઈલ મારફતે ગુજરાતને ખાલીસ્તાન બનાવવાની ધમકી અપાઈ હતી. અત્યાર સુધીની તપાસમાં કોઈ પણ શાળામાં વાંધાજનક વસ્તુઓ મળી નથી. ધમકીવાળા ઈ-મેઈલની તપાસ કરવા રાજ્ય પોલીસ વડાએ આદેશ આપ્યો હતો.

વડોદરાની ડી.આર.અમીન, ઉર્મી સ્કૂલ, નાલંદા સ્કૂલ, બરોડા હાઈસ્કૂલ, નવયુગ, જીવન સાધના, ડભોઈની AWS સ્કૂલ, વાઘોડિયાની જીપીએસ, વાસણાની બ્રાઈટ ડે સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. જે સ્કૂલોમાં ધમકીઓ મળી છે તે શાળામાં વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ હતી. 

અમદાવાદની દેવ ઈન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુરની એશિયા, સેટેલાઈટની એવન સ્કૂલ, કૃષ્ણનગરની અંકુર ઈંટરનેશનલ સ્કૂલ, નવરંગપુરાની સંત કબીર, બાપુનગરની સિલ્વર બેલ સ્કૂલ, બોપલની તુલીપ ઈંટરનેશનલ, નવરંગપુરાની એજી સ્કૂલ, SGVP ગુરુકુળ સ્કૂલ, જે.જી ઈંટરનેશનલ, દિવાલ બલ્લુભાઈ, સીએન વિદ્યાલય,વિજયનગર, ખાલસા લિટલ સ્કૂલ, ઘોડાસરની જીવીબા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. 

અમદાવાદની DAV ઈન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુરની એશિયા સ્કૂલ, સેટેલાઈટની એ- વન સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. તે સિવાય વડોદરામાં સમાની ઉર્મી સ્કૂલ, જીવન સાધના, શાનેન સ્કૂલ, નાલંદા સ્કૂલ અને વડોદરાની ડી.આર. અમીન, બ્રાઈટ ડે સ્કૂલને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. ધમકીભર્યા ઈ-મેઈલ મળતા અમદાવાદ,વડોદરાની સ્કૂલોમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. વડોદરાની સ્કૂલે બાળકોને શાળાએ ન મોકલવાની વાલીઓને જાણ કરી હતી. અગાઉ પણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ ચૂકી છે. ઈ-મેઈલમાં ગુજરાત બનશે ખાલિસ્તાનનો ઉલ્લેખ કરાયો હતો. અત્યાર સુધીમાં ક્યાંય પણ પોલીસના ચેકિંગમાં વાંધાજનક વસ્તુ મળી નથી. 

સ્કૂલોને ધમકી મળતા પોલીસની તપાસ

ધમકીની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમદાવાદ પોલીસનો કાફલો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ આ મેઈલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં સાયબર ક્રાઈમની મદદથી તપાસ કરી રહી છે. શાળા સંચાલકોએ બોમ્બની ધમકી અંગે માહિતી આપતા તાત્કાલિક ફાયર અને પોલીસ વિભાગની ટીમો જે તે શાળા પર પહોંચી છે.

ચિંતિત વાલીઓ સ્કૂલે પહોંચ્યા 

હાલ જે સ્કૂલોને ધમકી મળી તે સ્કૂલો ખાલી કરવામાં આવી રહી છે. સાવચેતીના ભાગરૂપે વડોદરાની શાળા સંચાલકોએ સતર્કતા દાખવી તાત્કાલિક બાળકોને સુરક્ષિત રીતે ઘરે મોકલી આપ્યા છે. સાથે જ ઊર્મિ સ્કૂલ હોસ્ટેલ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી. સ્કૂલોને ધમકી મળી હોવાના સમાચાર મળતા વાલીઓ મોટી સંખ્યામાં શાળાએ દોડી આવ્યા હતા. વડોદરાની 5 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેઈલ મળતાં શાળા સંચાલકો દ્વારા બાળકોને તાત્કાલિક છોડી મૂકવામાં આવ્યા છે. તેમજ ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ સાવચેતીના ભાગરૂપે હાલ ખાલી કરી દેવામાં આવી છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સ્કૂલની તપાસ કરવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget