Panchmahal: ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીએ ગળફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર
પંચમહાલ: હાલોલના મનુસ્મૃતિ સોસાયટીમાં 20 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ છે. પંખા સાથે ઓઢણી વડે ગળેફાંસો ખાઈ યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. યુ
પંચમહાલ: હાલોલના મનુસ્મૃતિ સોસાયટીમાં 20 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ છે. પંખા સાથે ઓઢણી વડે ગળેફાંસો ખાઈ યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. યુવતી છેલ્લા બે વર્ષથી હાલોલ ખાતે આવેલ જેસીબી કંપનીમાં નોકરી કરતી હતી. મૃતક યુવતી મૂળ મહારાષ્ટ્રના નાગપુરની રહેલવાસી છે. તેમના માતા પિતા હાલ સુરત રહે છે. બે વર્ષથી તે અહીં ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી અને સુરતની જ અન્ય એક યુવતી સાથે મકાન ભાડે રાખી રહેતી હતી.
પોલીસ બનાવ સ્થળે પહોંચી મૃતદેહને 108 મારફત હાલોલ હોસ્પિટલ પીએમ અર્થે માંટે ખસેડી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જો કે, યુવતીએ મોતને ક્યા કારણે વ્હાલું કર્યું તે અંગે માહિતી સામે આવી નથી. પોલીસ તપાસ બાદ સામે આવશે કે યુવતીએ આત્મહત્યા ક્યા કારણે કરી. હાલ યુવતીના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે.
દૂધ ભરાવવા જઈ રહેલા દાદા-પૌત્રને કારે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત
અમીરગઢ તાલુકાના ગામ રામજીયાણી પાટીયા પાસે અકસ્માતમાં ત્રણ લોકોને આબુરોડ તરફથી આવતી કારે ટક્કર મારતા બે લોકોનાં ઘટના સ્થળે મોત થયા હતા તેમજ એક બાળકીને ઈજાઓ પહોંચતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખાતે સારવાર માટે ખસેડાઇ હતી.
રામજિયાણી પાટિયા પાસે અકસ્માતની ઘટના બની
આજે વહેલી સવારે અમીરગઢ હાઇવે ઉપર રામજિયાણી પાટિયા પાસે અકસ્માતની ઘટના બની હતી. રામજિયાણી ગામનાના ભીખાભાઇ માજીરાના ગઇકાલે સાંજે બે બાળકો સાથે દૂધ ભરાવવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન ફૂલ ઝડપે આબુરોડ તરફથી આવતી કારે ટક્કર મારી હતી આ અકસ્માત સમયે તેમની સાથે અન્ય એક બાળકી પણ હતી. હાઇવે રોડની સાઈડમાં ઉભેલા આ દાદા અને પૌત્રને આબુરોડ તરફથી પુર ઝડપે આવતી કારે અડફેટે લીધા હતા.
પોલીસે ઘટના સ્થળે પહોંચી કારચાલકની તપાસ હાથ ધરી
દારૂ પીધેલી હાલતમાં આવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે
જોકે અકસ્માતની ઘટનામાં રામજિયાણી ગામનાં ફતાભાઈ રામજીભાઈ મજીરાના તેમજ 5 વર્ષીય પૌત્ર નું મોત થતાં પરિવારો સહિત પંથકમાં શોક સાથે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હાલમાં 2 વર્ષની બાળકી સુવિલ સારવાર હેછળ છે. લોકો ન માંગ છે કે નેશનલ હાઇવે ઉપર રાજસ્થાનથી દારૂ પીધેલી હાલતમાં આવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. દારૂ પીને લોકો પૂરપાટ ઝડપે વાહનો ચલાવે છે અને અકસ્માત સર્જી નિર્દોષ લોકોને મારી નાખે છે. ત્યારે આવા વાહન ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ.