શોધખોળ કરો

Navsari: અંગ્રેજી માધ્યમના આંધળા અનુકરણ વચ્ચે 3 વર્ષના આ બાળકે હનુમાન ચાલીસાનું પઠન કરી સૌને ચોંકાવી દીધા

નવસારી: મેકોલે શિક્ષણ નીતિએ ભારતના પાશ્ચાત્ય શિક્ષણનીતિએ શિક્ષણ જગતનું ધનોધ પનોત કાઢી નાખ્યું છે ત્યારે આધુનિક શિક્ષણના રંગે રંગાયેલો દેશનો એક વર્ગ આધુનિક શિક્ષણ તરફ આંધળી ડોટ મૂકી રહ્યું છે.

નવસારી: મેકોલે શિક્ષણ નીતિએ ભારતના પાશ્ચાત્ય શિક્ષણનીતિએ શિક્ષણ જગતનું ધનોધ પનોત કાઢી નાખ્યું છે ત્યારે આધુનિક શિક્ષણના રંગે રંગાયેલો દેશનો એક વર્ગ આધુનિક શિક્ષણ તરફ આંધળી ડોટ મૂકી રહ્યું છે. આધુનિક શિક્ષણના વ્યાપ વચ્ચે ગણદેવી તાલુકાના અમલસાડ ગામના એક નાનો છોકરો હનુમાન ચાલીસાનું પઠન કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ગ્લોબલાઇઝેશન યુગમાં, ટેકનોલોજીના ઝડપી વિકાસ અને આધુનિક જીવનશૈલીને અનુસારતા માતા-પિતા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવા માટેના પ્રયાસો કરી રહ્યા છે અને અંગ્રેજી માધ્યમનો ક્રેઝ દિવસે અને દિવસે વધી રહ્યો છે. વિદ્યાર્થીઓ કડકડાટ અંગ્રેજી માધ્યમની કવિતાઓ તો ગાય છે પરંતુ ત્રણ વર્ષના નાના બાળકને હનુમાન ચાલીસાનું પાઠાંતર કરતા આપણે ભાગ્યે જ જોયું હશે. ગણદેવી તાલુકાના અમલસાડ ગામમાં રહેતો સાડા ત્રણ વર્ષનો આરવ હર્ષ દેસાઈ જે એક ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. આરવની ખાસિયત એ છે કે તે હનુમાન ચાલીસાનું પઠન કળકળાટ કરે છે. જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હાલ આ વિડીયો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને લોકો તેની ખુબ પ્રસંશા કરી રહ્યા છે.

આધુનિક જમાનામાં પોતાનું બાળક અલગ કેવી રીતે રહે એવા પ્રયાસો વાલીઓ કરે છે. પરંતુ અર્શના માતા-પિતા કઇંક જુદી જુદી રીતે એની કેળવણી કરી રહ્યા છે તેઓ રાત્રના અને બપોરે આરામ કરતી વખતે એને હનુમાન ચાલીસા સંભળાવતા હતા. જેનું રટણ કરતા કરતા આજે સાડા ત્રણ વર્ષનો આરવ જાતે જ હનુમાન ચાલીસા બોલતો થઈ ગયો છે. હનુમાન ચાલીસાની સાથે સાથે તે ગાયત્રી મંત્ર અને અન્ય શ્લોક પણ બોલે છે. હાલ તો એનો હનુમાન ચાલીસા બોલતો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેને લોકો ખૂબ વખાણી રહ્યા છે. આજકાલના નાના ટાબરીયાઓ અંગ્રેજી કવિતા અને ફિલ્મી ગીતો સૌથી વધુ ગાતા હોય છે પરંતુ અમલસાડ ગામનો આ નાનકનો દીકરો હનુમાન ચાલીસાની સાથે સાથે અન્ય શ્લોકોનું પઠન પણ કરે છે. 

ભારતની પહેલી નેજલ વેક્સીન 26 જાન્યુઆરીએ થશે લૉન્ચ

Nasal Covid-19 Vaccine: દેશમાં જ બનેલી પહેલી ઇન્સ્ટ્રાનેજલ કૉવિડ-19 વેક્સીન ‘ઇનકૉવૈક’ને 26 જાન્યુઆરીએ લોકોને આપવાની શરૂઆત કરવામાં આવશે. કંપનીના અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક કૃષ્ણા એલાએ આ જાણકારી આપી. આને સ્વદેશી ભારત બાયૉટેકે બનાવી છે. ચીનમાં વધતા કોરોનાના કેર વચ્ચે ભારત સરકાર તરફથી ગયા વર્ષે 23 ડિસેમ્બરે આ વેક્સીનને મંજૂરી આપવામાં આવી હતી.

ભોપાલમાં આયોજિત ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ (IISF)માં સ્ટુડન્ડ્સની સાથે વાતચીત દરમિયાન કૃષ્ણા એલાએ બતાવ્યુ કે, નેજલ વેક્સીન અધિકારિક રીતે 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ પર લૉન્ચ કરવામાં આવશે. ભારત બાયૉટેક તરફથી ગયા વર્ષે ડિસેમ્બરમાં એલાન કરવામાં આવ્યુ હતુ કે, આની કિંમત 25 રૂપિયા પ્રતિ ડૉઝ હશે. વળી, પ્રાઇવેટ વેક્સીન સેન્ટર માટે આની કિંમત 800 રૂપિયા પ્રતિ ડૉઝ હશે. 

તાજેતરમાં જ આને લઇને બીજી એક વાત સામે આવી હતી કે નેજલ વેક્સીન તે લોકોને નહીં લગાવવામાં આવે, જેઓ પહેલાથી બૂસ્ટર ડૉઝ લઇ ચૂક્યા છે. આ જાણકારી દેશના વેક્સીન ટાસ્ક ફૉર્સના પ્રમુખ ડૉ.એનકે અરોડાએ આપી હતી. આ એ લોકો માટે છે જેમને હજુ સાવચેતી માટેનો આ ડૉઝ નથી લીધો. 

અસરદાર છે નેજલ વેક્સીન  - 
ભારત બાયૉટેકની આ નેઝલ વેક્સીનનું નામ iNCOVACC છે. આ વેક્સીનને ભારત બાયૉટેક અને અમેરિકાની વૉશિંગટન યૂનિવર્સિટીએ ભેગા મળીને બનાવી છે, આ ત્રણ ફેઝના ટ્રાયલમાં અસરદાર સાબિત થઇ છે. આનાથા પહેલા ભારતના ઔષધિ મહાનિયંત્રક DCGI એ ભારત બાયૉટેકની ઇન્ટ્રા નેઝલ કૉવિડ વેક્સીન  (Intranasal Covid vaccine) ને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી હતી. 

કઇ રીતે થાય છે આનો ઉપયોગ ?
નેઝલ વેક્સીનને હાથ પર લેવાના બદલે નાકથી આપવામાં આવશે, જેટલી પણ અત્યાર સુધી શોધ થઇ છે, તેમાં એ વાત સામે આવી છે કે, કોરોના નાકથી શરીરમાં જગ્યા બનાવે છે. આવામાં જો નાકમાં આ વેક્સીનને આપવામાં આવશે તો આ ખુબ અસરદાર સાબિત થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
Embed widget