Kutch: શિક્ષણ વિભાગનો છબરડો! સચિન તેંડુલકર કઈ રમતનો ખેલાડી છે? વિદ્યાર્થીઓને મળ્યા 4 ઓપ્શન- હોકી, કબડ્ડી, ફૂટબોલ કે ચેસ
Kutch: ધોરણ-3ના પર્યાવરણના પેપરમાં મોટી ભૂલ સામે આવી છે. આજે કચ્છની સરકારી પ્રાથમિક શાળા અંતર્ગત અભ્યાસ કરતા 27 હજાર બાળકોને પર્યાવરણ વિષયના પેપરમાં ખેલકુદનો પ્રશ્ન પુછાયો હતો.
કચ્છ: ધોરણ-3ના પર્યાવરણના પેપરમાં મોટી ભૂલ સામે આવી છે. આજે કચ્છની સરકારી પ્રાથમિક શાળા અંતર્ગત અભ્યાસ કરતા 27 હજાર બાળકોને પર્યાવરણ વિષયના પેપરમાં ખેલકુદનો પ્રશ્ન પુછાયો હતો. 4 માર્કસના પ્રશ્ન નંબર-6માં ચારમાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરી ચાર સવાલના જવાબ સાચા કે ખોટા ચિન્હ કરી આપવાના હતા. બીજા ક્રમના પ્રશ્નમાં સવાલ હતો કે, સચિન તેંડુલકર કઈ રમતનો ખેલાડી છે વિદ્યાર્થીઓને મળ્યા 4 ઓપ્શન- હોકી, કબડ્ડી, ફૂટબોલ કે ચેસ.
આમ ક્રિકેટનો ઓપ્શન જ છાપતા ભુલી જતા વિદ્યાર્થીઓ મુંજાયા હતા. વિકલ્પો ખોટા હોવાનું જાણવા છતાં કેટલાક બાળકોએ મન ગમતી રમત પર રાઈટનું ચિન્હ કરી દીધું હતું. આમ પ્રશ્નપત્રમાં શિક્ષણ વિભાગ દ્વારા ક્યાંક ચૂક રહી ગયાનું સામે આવ્યું હતું. ભુલ સુધરે તે પહેલાં તો પેપર પૂર્ણ થઇ ગયું હતું.
રાજ્યમાં કમોસમી વરસાદથી મળશે આંશિક રાહત
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આવતીકાલથી કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. સાયક્લોનિક સિર્ક્યુલેશન સાઉથ રાજસ્થાન તરફ જતા રાહત મળશે, જોકે આજે સૌરાષ્ટ્ર માં સામન્ય વરસાદની સંભાવના છે. પોરબંદર,રાજકોટ અને દ્વારકામાં આજે વરસાદ પડી શકે છે. આવતીકાલથી તાપમાનનો પારો ઉંચકાવાની શરૂઆત થશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 3 થી 4 ડિગ્રી વધશે અને આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે.
દેશના ઘણા વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસા આજે પણ ઘણી જગ્યાએ વરસાદની સંભાવના છે. આજે (6 એપ્રિલ) રાજસ્થાન, હરિયાણાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. આજે રાજસ્થાનના ભદ્ર, સાદુલપુર, પિલાની, કોટપુતલી, વિરાટનગર અને હરિયાણાના સિવાની, લોહારુ, મહેન્દ્રગઢ, નારનૌલ વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ફતેહાબાદ, આદમપુર, હિસાર, બાવળ અને રાજસ્થાનના તિજારા, અલવર, ઝુંઝુનુમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં હવામાનમાં કોઈ નોંધપાત્ર ફેરફારની અપેક્ષા નથી.
બરફ પડવાની શક્યતા