શોધખોળ કરો
Advertisement
ખંભાતમાં ભાજપના માજી ધારાસભ્ય સામે કોમી ઉશ્કેરણીનો નોંધાયો કેસ, ભાજપ-હિંદુવાદી સંગઠનોના 18 સામે ગુનો
ખંભાતમાં રવિવારે બે કોમ વચ્ચે ફાટી નીકળેલા તોફાનો બાદ મંગળવારે ખંભાત શહેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
આણંદ: ખંભાતમાં થયલાં કોમી રમખાણોના સંદર્ભમાં પોલીસે ભાજપના માજી ધારાસભ્ય સંજય પટેલ સહિત 18 લોકો સામે ગુનો નોંધ્યો છે. આ તમામ લોકો સામે મંજૂરી વિના ટોળાં એકઠાં કરવા અને ઉશ્કેરણીજનક ભાષણ કરવાનો ગુનો નોંધાયો છે. જેમની સામે એફઆઈઆર નોંધાઈ છે તેમાં મોટા ભાગના ભાજપ તથા હિંદુવાદી સંગઠનોના હોદ્દેદારો તથા કાર્યકરો છે.
ખંભાતમાં રવિવારે બે કોમ વચ્ચે ફાટી નીકળેલા તોફાનો બાદ મંગળવારે ખંભાત શહેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ એલાન દરમિયાન ગવારા ટાવર પાસે છ હજાર જેટલાં પુરુષ તથા મહિલાઓ એકઠાં થયાં હતાં. પોલીસે કોઈ પણ સભા સરઘસ કરવા માટે પરવાનગી ન આપી હોવા છતાં ટોળાં એકઠાં કરવામાં આવ્યાં હતાં. આ ટોળાની સભા કરીને ઉશ્કેરણીજનક ભાષણ કરવાનો આરોપ મૂકીને પોલીસે ભાજપના માજી ધારાસભ્ય, કાઉન્સિલર સહિત કુલ 18 સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ખંભાતમાં ગત રવિવારે અકબરપુર વિસ્તારમાં બે કોમના ટોળાં સામ-સામે આવી ગયાં હતાં અને પથ્થરમારો અને આગચંપી કરી હતી. આ મામલે હિન્દુ સમાજના આગેવાનોએ મંગળવારે બંધનું એલાન જાહેર કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion