Surendranagar: સુરેન્દ્રનગરના ત્રિપલ મર્ડર કેસમાં ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરી
સુરેન્દ્રનગર જિલ્લાનું ફુલગ્રામ ગામ જ્યાં 6 તારીખે એક જ પરિવારના 3 સભ્યોની પાડોશીએ નિર્દયતાથી હત્યા કરી નાંખી હતી. ફક્ત 6 દિવસમાં જ પોલીસે આ ત્રિપલ મર્ડર કેસની ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરી છે.
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાનું ફુલગ્રામ ગામ જ્યાં 6 તારીખે એક જ પરિવારના 3 સભ્યોની પાડોશીએ નિર્દયતાથી હત્યા કરી નાંખી હતી. ફક્ત 6 દિવસમાં જ પોલીસે આ ત્રિપલ મર્ડર કેસની ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરી છે. FSL મેડિકલ અને ટેકનિકલ પુરાવા સાથે 8 પંચનામા અને 67 સાક્ષીઓના નિવેદન લઈ 1008 પાનાની ચાર્જશીટ તૈયાર કરાઈ છે. ગટરલાઈન જેવી સામાન્ય બાબતે ઝઘડો થતાં અગરસંગ નામના શખ્શે પાડોશમાં જ રહેતા પિતા પુત્ર અને પૂત્રવધૂની છરીના ઘા મારી હત્યા કરી નાંખી હતી.
બે બાળકોએ માતા-પિતા અને દાદાની છત્રછાયા ગુમાવતા તેઓ નોંધારા બન્યા હતા. એવામાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે બાળકોને સરકારની યોજના હેઠળ 5 થી 10 લાખ રૂપિયાની સહાય મળે તે અંગે પ્રયાસ હાથ ધર્યા છે.
વેરાવળના નામાંકિત ડોક્ટરની આત્મહત્યા મામલે સૌથી મોટા સમાચાર
વેરાવળના નામાંકિત ડો. અતુલ ચગની આત્મહત્યા મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢના તબીબ ડો.જલ્પાન રુપાપરાની પોસ્ટ વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. પોસ્ટમાં અતુલ ચલ રુપિયાને લઈને ચિંતામાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આજથી 8 થી 10 મહિના પહેલા અતુલ ચગ સાથે વાત થઈ હતી તેમ ડોક્ટર જલ્પાને લખ્યું છે. ડોક્ટર રુપાપરાએ દાવો કર્યો છે કે, ડોક્ટર અતુલ ચગને નારણ ચુડાસમા પાસેથી 2થી 2.5 કરોડ રુપિયા લેવાના હતા. નારણ ચૂડાસમા અને રાજેશ ચૂડાસમા રુપિયા આપતા ન હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે. રાજકીય પીઠબળ હોવાથી બંને જવાબ આપતા ન હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આપ્યું મોટું નિવેદન
ડો. અતુલ ચગના આપઘાત મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે આ મામલે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ તટસ્થ તાપસની માંગ કરી છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે, જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે. ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી ઈચ્છા પરિમલ નથવાણીએ વ્યક્ત કરી છે. નોંધનીય કે, ડો. અતુલ ચગએ આત્મહત્યા માટે રાજકીય આગેવાનનું નામ સુસાઈડ નોટમાં લખ્યું હોવાની વાત સામે આવી છે. જો કે, પોલીસે આ મામલે કોઈ ઓફિશયલ જાહેરાત કરી નથી.
શું કહ્યું પરિમલ નથવાણીએ?
પરિમલ નથવાણી ટ્વિટર પર લખ્યું કે, જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છેઃ હું તેમના પરિવારને શોક સંવેદના પાઠવું છું. ગિર સોમનાથ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય એવા નિષ્ણાત અને અનુભવી ડો. અતુલ ચગની આત્મહત્યાના સમાચાર ખૂબ જ આઘાત જનક છે. જે સંજોગોમાં તેમણે આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે. તેઓ એક ખૂબ જ ઉમદા વ્યક્તિ હતા. કોવિડના સમયમાં પણ તેમણે માનવતાવાદી અભિગમ દર્શાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. લોહાણા સમાજમાં તો તેઓ અગ્રણી, સમાજોપયોગી અને લોકપ્રિય વ્યક્તિ હતા જ, પરંતુ ગિર સોમનાથ જિલ્લામાં પણ તેમણે વ્યાપક લોકચાહના ઊભી કરી હતી. આ દુઃખદ સમયમાં હું ડો. અતુલ ચગના પરિવારજનોને મારી શોક સંવેદના પાઠવું છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે સદ્દગત આત્માને ચિર શાંતિ પ્રદાન કરે અને શોક સંતપ્ત પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે. સ્વ. ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી લાગણી વ્યક્ત કરું છું અને માનનીય ગૃહ મંત્રીને આ અંગે ખાસ વિનંતી કરું છું. - પરિમલ નથવાણી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
