Surendranagar: વડવાળા મંદીરની ગૌશાળામાં ઘાસના ડેપોમાં લાગી ભીષણ આગ, ફાયરની 3 ગાડીઓ ઘટના સ્થળે
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાના જેગડવા પાસે આવેલ વડવાળા મંદીરની ગૌશાળામાં ઘાસના ડેપોમાં આગ લાગી છે. ભીષણ આગના કારણે એક કરોડથી વધુનું નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે.
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાના જેગડવા પાસે આવેલ વડવાળા મંદીરની ગૌશાળામાં ઘાસના ડેપોમાં આગ લાગી છે. ભીષણ આગના કારણે એક કરોડથી વધુનું નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતા ધ્રાંગધ્રા નગરપાલિકાના ત્રણ ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયા છે અને આગ બુજાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. આગના કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
હળવદ નગરપાલિકાના ટીમની પણ મદદ લેવામાં આવી
મોટા પ્રમાણમાં ગોડાઉનમાં ઘાસચારો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ધાંગધ્રા નગરપાલિકા ફાયર ફાઈટર ઉપરાંત સુરેન્દ્રનગર નગરપાલિકા ફાયર ફાઈટર આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે. સુરેન્દ્રનગર નગરપાલિકા તેમજ હળવદ નગરપાલિકાના ટીમની પણ મદદ લેવામાં આવી છે. હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે.
રાજ્યમાં હજુ ત્રણ કલાક ભારે
સમગ્ર રાજ્યમાં સવારથી જ ભારે પવન અને વંટોળ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે, હવે આ મુદ્દે વધુ એક મોટુ અપડેટ સામે આવ્યું છે, આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં હજુ પણ ત્રણ કલાક ભારે વરસાદ, પવન અને વંટોળ સાથે વરસી શકે છે.
આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી -
હવામાન અપડેટ અનુસાર, રવિવારે 4થી જૂને સવારથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, વાવાઝોડા અને ભારે પવન ફૂંકાવવાના કારણે અનેક જગ્યાએ નુકશાન થવાનુ પણ સામે આવ્યુ છે. હવે આ મામલે વધુ એક મોટી આગાહી છે કે, આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદ ફરી એકવાર તૂટી પડશે. ગુજરાતમાં જુદાજુદા જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે. હળવાથી મધ્યમ વરસાદ (5-15 મીમી/કલાક) સાથે હળવા વાવાઝોડાની આગાહી છે. છોટાઉદેપુરે અને નર્મદામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે જ આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં 41-61 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
ક્યાં-ક્યાં તુટી પડશે વરસાદ -
આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યના આ જિલ્લા વરસાદ તુટી પડશે, જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, ડાંગ, તાપી સુરેન્દ્રનગર અને રાજકોટમાં ભારે પવન -વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિમીની રહી શકે છે.