શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, નલિયા નહીં પણ આ શહેરમાં પારો સૌથી વધારે ગગડ્યો
સુરતમાં ઠંડીનો પારો 17.4 ડિગ્રી સુધી રહ્યો છે. એકંદરે હવે રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું જોર ઘટી રહ્યું છે.
થોડા દિવસની રાહત બાદ રાજ્યના કેટલાક જિલ્લામાં ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. જેમાં ગાંધીનગરમાં 10.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યુ છે.
અમદાવાદમાં ઠંડીનો પારો 13.3 ડિગ્રી પર પહોંચ્યો છે તો નલિયા અને વલસાડમાં ઠંડીનો પારો 11 ડિગ્રી પર પહોંચ્યો છે. રાજકોટ અને વડોદરામાં ઠંડીનો પારો 13.6 ડિગ્રી સુધી રહ્યો છે. તો ભાવનગરમાં 14.6, ભૂજમાં 15.3 ડિગ્રી તાપમાન રહ્યું છે.
સુરતમાં ઠંડીનો પારો 17.4 ડિગ્રી સુધી રહ્યો છે. એકંદરે હવે રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું જોર ઘટી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી બે-ત્રણ દિવસમાં ઠંડીનો પારો બે-ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી વ્યક્ત કરી છે.
બીજી બાજુ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જમ્મુ-કશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાથી ચારેય તરફ બરફની ચાદર છવાઈ છે. મોટા ભાગના શહેરોમાં માઈનસ પાંચ ડિગ્રીથી પણ નીચે તાપમાન પહોંચી ગયું છે. તો મોટા ભાગના હિલ સ્ટેશનોમાં પણ ઠંડીનો પારો શૂન્યની નીચે નોંધાયો છે.
હિમાચલ, પંજાબ, હરિયાણા અને દિલ્લી-NCRમાં ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પણ નોંધાયો છે. હિમાચલના મનાલી અને શિમલામાં ઘણા દિવસોથી થઈ રહેલી હિમવર્ષાથી બરફના થર જામી ગયા છે. શિમલામાં તો જેસીબીની મદદથી બરફ દુર કરવામાં આવી રહ્યો છે.
જમ્મુ-કશ્મીરના પટની ટોપ પર ભારે હિમવર્ષા થઈ છે. ત્યાર બાદ અહિં પણ એક ઈંચ સુધીનો બરફ જામી ગયો છે. આ ઉંપરાંત શ્રીનગર, ગુલમર્ગ અને પહેલગામમાં પણ ભારે હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion