આ વીડિયો જોયા બાદ તમે પણ કહેશો કે સિંહના ટોળા હોય
આપણે કહેવતા છે ને કે સિંહના ટોળા ન હોય, પરંતુ આજે અમે તમને જે વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ તેને જોઈને તમે પણ કહેશો કે સિંહના પણ ટોળા હોય. રાજુલાના કાતર ગામ નજીક એક સાથે 13 સિંહોનું ટોળું આવી ચડ્યું હતું.
રાજુલા: આપણે કહેવતા છે ને કે સિંહના ટોળા ન હોય, પરંતુ આજે અમે તમને જે વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ તેને જોઈને તમે પણ કહેશો કે સિંહના પણ ટોળા હોય છે. રાજુલાના કાતર ગામ નજીક એક સાથે 13 સિંહોનું ટોળું આવી ચડ્યું હતું. એક સાથે 13 સિંહો આવી ચડતા ગ્રામજનોમાં ગભરાટનો માહોલ છે. ગ્રામીણ વિસ્તારમાં પ્રથમ વખત 13 સિંહોના ટોળાનો વીડિયો વાયરલ થયો છે. આવતા દિવસોમાં રાજુલા બૃહગીર રેન્જમાં સિંહોની ગણતરી વખતે આંકડો વધી શકે છે.
સુરતના ઓલપાડમાં ટીટોડીએ મુક્યા 6 ઈંડા
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અસનાદ ગામે ટીટોડીએ 6 ઈંડા મુક્યા છે. ઓલપાડના અસનાદ ગામે નિલેશ પટેલ નામના ખેડૂતના ખેતરમાં ટીટોડીએ ઈંડા 6 મુક્યા છે. લોકવાયકા મુજબ ટીટોડી 2 ઈંડા મૂકે તો મધ્યમ વરસાદ, 4 ઈંડા મૂકે તો ખૂબ સારું ચોમાસું અને 5 ઈંડા મૂકે તો અતિવૃષ્ટિ નું અનુમાન માનવામાં આવે છે.જોકે ટીટોડી દ્વારા 6 ઈંડા મુકવાની પ્રથમ ઘટના સામે આવતા કૃતૂહલ સર્જાયું છે.
6 ઈંડાની શું અસર થાય છે?
ટોટોડી સામાન્ય રીતે ચાર ઈંડા મુક્તિ હોય છે. આ ચાર ઈંડા પરથી એક ઈંડાના આધારે એક મહિનો એમ ચાર મહિના જૂન, જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ચાર મહિના સુધી ચોમાસું રહે છે. આ મુજબ 6 ઈંડા પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે 4 ના બદલે 6 મહિના સુધી ચોમાસું ચાલશે. એટલે કે આ સારા ચોમાસાના સંકેત છે.
આ વર્ષે ચોમાસું રહેશે સામાન્ય
ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. ભારતીય હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને લઈને અનુમાન જાહેર કર્યુ છે. દેશમાં સતત ચોથા વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. ગુજરાત સહિત અન્ય પશ્ચિમ રાજ્યોનું ચોમાસું પણ સામાન્ય રહેશે. તો આ સાથે ઉત્તર ભારતમાં ફરી સારો વરસાદ થવાની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગે વર્ષ 2022 માટે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું અનુમાન જાહેર કર્યું છે. મોન્સૂન હવામાન વરસાદનું LPA (LONG PERIOD AVERAGE) 99% હોવાની સંભાવના છે અને એમાં 5%નો વધારો કે ઘટાડો થઈ શકે છે. અનુમાન એ પણ છે કે દેશભરમાં ચોમાસું એક જેવું જ રહી શકે છે. ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસું સામાન્ય રહી શકે છે.