રાજ્યના સિનિયર IPS પરિવારમાં બની યાદગાર ઘટના, પતિ-પત્નીને એક જ દિવસે મળ્યો એવોર્ડ
ગુજરાતના સિનિયર IPS પરિવારમાં એક ખૂબ જ યાદગાર ઘટના બની છે. પોતાના કાર્યક્ષેત્રમા યશસ્વી કામગીરી બદલ પતિ-પત્નીને એક જ દિવસે એવોર્ડ મળ્યા છે.
ગાંધીનગર : ગુજરાતના સિનિયર IPS પરિવારમાં એક ખૂબ જ યાદગાર ઘટના બની છે. પોતાના કાર્યક્ષેત્રમા યશસ્વી કામગીરી બદલ પતિ-પત્નીને એક જ દિવસે એવોર્ડ મળ્યા છે. ડો.કે. એલ.એન.રાવ પરિવારમાં આ પ્રસંગ બન્યો છે. ગુજરાતનાં મુખ્ય જેલ વડા અને રાજ્યના સિનિયર IPS અધિકારી ડો કે. એલ એન. રાવનાં માર્ગદર્શન હેઠળ ચાલતા પ્રોજેકટ ધ્વનિને દિલ્હી ખાતે નેશનલ એવોર્ડ દિલ્હી ખાતે એનાયત થયો છે. આ સાથે જ ડો.રાવના પત્ની અને જાણીતા શિક્ષણવિદ ડીન ડો. ઇન્દુ રાવને પણ શિક્ષણ ક્ષેત્રે અદભુત પ્રદાન બદલ એક નહિ બે એવોર્ડ મળ્યા છે.
રાજયના મુખ્ય જેલવડાનાં અંદાજે 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ગુજરાતના જેલ તંત્રના ઇતિહાસમાં અનેક ઘટનાઓ બની છે જે યાદગાર રહી છે. કેન્દ્ર સુધી જેની અવાર નવાર નોંધ લેવામાં આવી હોય તેવા કેદીઓને વડા પ્રધાનના સ્વપ્ન મુજબ આત્મનિર્ભર બનાવવા માટે અને રોજગારીની વિશાળ તક ઊભી કરનાર ડો.કે. એલ.એન.રાવ પરિવારમાં આ સંયોગ બન્યો છે.
ગુજરાતનાં મુખ્ય જેલ વડા ડો કે. એલ એન. રાવનાં માર્ગદર્શન હેઠળ ચાલતા પ્રોજેકટ ધ્વનિને નેશનલ એવોર્ડ દિલ્હી ખાતે એનાયત થયો છે, ડો.રાવ વતી આ એવોર્ડ નાયબ જેલ અધિક્ષક પી.આઈ સોલંકીએ સ્વીકાર્યો હતો.
અંધજનો માટે છેલ્લા 7 વર્ષથી ઓડિયો લાયબ્રેરી ચલાવવામાં આવે છે. જેલના કેદીઓ દ્વારા પોતાનો અવાજ આપવામાં આવ્યો છે. દેશના ઇતિહાસની આ અનેરી ઘટનામાં કેદીઓ દ્વારા હિન્દી,ગુજરાતી અંગ્રેજી સહિત 4 ભાષામાં પોતાના અવાજ આપવામાં આવ્યો છે. જેની સંખ્યા 4500 કરતા વધુ છે. કેદીઓની કલા નિખારવા સાથે રોજગારી આપતી આ યોજનાની રાષ્ટ્રીય લેવલે નોંધ લેવાની સાથે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
આજ દિવસે યોગાનુંયોગ કેદીઓના કલ્યાણ અને તેઓ ફરી ગુન્હાના રસ્તે ન વળે તેવા પ્રોજેકટમાં પતિને સતત સહકાર આપનાર ડો કે. એલ એન. રાવના પત્ની અને જાણીતા શિક્ષણવિદ ડીન ડો. ઇન્દુ રાવને પણ શિક્ષણ ક્ષેત્રે અદભુત પ્રદાન બદલ બે એવોર્ડ મળ્યા છે. ચેરમેન ગુજરાત ટેકનિકલ એકઝમીનેશન બોર્ડ દ્વારા અમદાવાદ ખાતે પ્રથમ એવોર્ડ એકસીલન્સી એન્ડ લર્નિંગ પ્રેકિટસ તથા બીજો એવોર્ડ આઉટ સ્ટેન્ડિંગ કોન્ટ્રીબુશન ઈન ઓન લાઇન એજયુકેશન એન્ડ પેડાગોગયમાં એનાયત થયો છે. આ અગાઉ અનેક એવોર્ડ ડો. ઇન્દુ રાવ મેળવી ચૂકયા છે. રાવ પરિવારમાં આ બેવડી ખુશીથી શુભેચ્છકો દ્વારા અભિનંદન વર્ષા આપવામાં આવી રહી છે.