શોધખોળ કરો

અમદાવાદમાં આ જગ્યાએ બનશે નવું  સર્કિટ હાઉસ,વિધાનસભામાં કરવામાં આવી જાહેરાત

વિધાનસભા ગૃહમાં આજે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા અમદાવાદના સનાથલ પાસે નવુ સર્કિટ હાઉસ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ અંગે મંત્રી પુર્ણેશ મોદીએ જાહેરાત કરી હતી

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં આજે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા અમદાવાદના સનાથલ પાસે નવુ સર્કિટ હાઉસ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ અંગે વિધાનસભા ગૃહમાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ જાહેરાત કરી હતી. નોંધનિય છે કે, સર્કિટ હાઉસ ખાતે બહારથી આવતા મહાનુભવોને ઉતારો આપવામાં આવે છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે બનશે ગુજરાતના મહેમાન

ગાંધીનગર:  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે ગુજરાતના પ્રવાસે  આવી રહ્યા છે જેને લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેમના પ્રવાસમાં ટાઈમ ટેબલની વાત કરીએ તો તેઓ સવારે 9.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાર બાદ સવારે 10 વાગ્યે રાજભવન ખાતે જશે. ત્યાર બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત વિધાનસભામાં સવારે 11 વાગ્યે વિધાનસભામાં સંબોધન કરશે. મળતી માહિતી પ્રમાણે બજેટસત્રની બેઠકમાં રાષ્ટ્રપતિ એક કલાક સંબોધન કરશે. તેઓ રાજભવન ખાતે જ રાત્રી રોકાણ કરશે.

તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ બે દિવસ ગુજરાતની મુલાકાતે રહેશે છે. તેઓ 24મી માર્ચે સવારે 11 વાગે વિધાનસભામાં આવશે અને રાજ્યપાલ આચાર્ચ દેવવ્રત સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળની ઉપસ્થિતિમાં જનપ્રતિનિધિઓને સંબોધન કરશે. તેઓ ગુજરાત સહિત દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવને ઉજવણીને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહશે. રાષ્ટ્રપતિની આ છેલ્લી ગુજરાત યાત્રી હોઈ શકે છે કારણ કે આ જ વર્ષે તેમનો કાર્યકાળ પણ પુરો થઈ રહ્યો છે.

આવતીકાલે રાજકીય પાર્ટીમાં થશે મોટી હલચલ

તો બીજી તરફ આવતીકાલનો દિવસ રાજકીય રીતે પણ મહત્વનો રહેશે. આ વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. તે પહેલા જ રાજ્યમાં પાર્ટી બદલાવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે આવતીકાલે વિવિધ રાજકિય પાર્ટીના આગેવાનો ભાજપમાં જોડાશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હાજર રહેશે તેવી વાત સામે આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'

IND vs SA: ટી20માં ભારતની સતત 11મી જીત, દક્ષિણ આફ્રિકાને તેના જ ઘરમાં 61 રનથી હરાવ્યું

'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન

Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: શક્તિની દેવીના ધામમાં 'અધર્મ'Hun To Bolish: હું તો બોલીશ: મગફળી મબલખ પણ ખેડૂતોને કેટલો ટેકો?Ambaji Gang Rape Case: અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં ગેનીબેને ગૃહ મંત્રીને લીધા આડેહાથAccident News:  ગુજરાતથી અયોધ્યા જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
IND vs SA: ટી20માં ભારતની સતત 11મી જીત, દક્ષિણ આફ્રિકાને તેના જ ઘરમાં 61 રનથી હરાવ્યું
IND vs SA: ટી20માં ભારતની સતત 11મી જીત, દક્ષિણ આફ્રિકાને તેના જ ઘરમાં 61 રનથી હરાવ્યું
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત

IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ

શેરબજારના રોકાણકારો માટે મહત્વપૂર્ણ સમાચાર, BSE અને NSE એ સર્ક્યુલર બહાર પાડ્યું

UAN નંબર વગર PF બેલેન્સ કેવી રીતે ચેક કરવું? મિસ્ડ કોલ અને મેસેજથી થઈ જશે કામ

Embed widget