શોધખોળ કરો

Gandhinagar: PM મોદી આ તારીખે ગુજરાતમાં 1 લાખથી વધુ આવાસોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગર:  વડાપ્રધાન  નરેન્દ્ર મોદી શનિવાર, તારિખ ૧૦ ફેબ્રુઆરીએ વર્ચ્યુઅલ માધ્યમથી ૧,૩૧,૪૫૪ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ડીસા ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

ગાંધીનગર:  વડાપ્રધાન  નરેન્દ્ર મોદી શનિવાર, તારિખ ૧૦ ફેબ્રુઆરીએ વર્ચ્યુઅલ માધ્યમથી ૧,૩૧,૪૫૪ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ડીસા ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન આ અવસરે આવાસ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ પણ કરવાના છે.

ડીસા ખાતેના આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ સી.આર. પાટિલની વિશેષ ઉપસ્થિતિ રહેશે. અતિથિ વિશેષ તરીકે લોકસભા સાંસદ  પરબત પટેલ અને ભરતસિંહ ડાભી અને રાજ્યસભાના સાંસદ બાબુ દેસાઇ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આવાસ લોકાર્પણના આ કાર્યક્રમમાં ગુજરાતના ૧૧૫ ગ્રામીણ મતવિસ્તાર અને ૬૭ શહેરી મતવિસ્તાર ક્ષેત્રો જોડાશે, એટલે કે તમામ ૧૮૨ વિધાનસભા ક્ષેત્રો આ કાર્યક્રમમાં સહભાગી થશે. 

દેશના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પોસાય તેવી કિંમતોએ પાકાં મકાનો ઉપલબ્ધ કરાવવા ૨૦૧૫માં પ્રધાનમંત્રી આવાસ યોજના શરુ કરવામાં આવી હતી. છેલ્લાં ૯ વર્ષોમાં આ યોજના હેઠળ દેશના લાખો પરિવારોને પોતાના સપનાનું ઘર મળ્યું છે. આ પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત રાજ્યમાં પણ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી છે, અને દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત તેના અમલીકરણમાં અગ્રેસર છે.  રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ ૧૩.૪૨ લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ ૮.૨૮ લાખ આવાસો, તથા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ૫.૧૪ લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય પૂરું કરવામાં આવ્યું છે. 

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાત રાજ્ય માટે અંદાજિત માંગ મુજબ ૭.૬૪ લાખ આવાસોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, તેની સામે અત્યાર સુધીમાં કુલ ૯.૬૧ લાખ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે અને આ મંજૂર થયેલ આવાસોમાંથી ૮.૨૮ લાખ જેટલા આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. 

ચાલું નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ૧ લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વર્ષ ૨૦૨૪-૨૫ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ૬૫,૦૦૦થી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ક્રેડિટ લિંક સબસીડી ઘટક હેઠળ ૫.૯૬ લાખથી પણ વધુ લાભાર્થીઓને તેમના પ્રથમ આવાસ પર લીધેલી લોન પર વ્યાજ સહાયનો લાભ અપાવવામાં ગુજરાત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રસ્થાને છે. 

આ ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦માં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ એફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પ્લેકસીસ યોજના હેઠળ શહેરી ગરીબો અને કામદારોને સસ્તા ભાડાના આવાસો પૂરા પાડવા માટે જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત થયાના ત્રણ જ માસમાં ગુજરાતના સુરત શહેરના સુડા વિસ્તારમાં નિર્માણ થયેલ ૩૯૩ આવાસોને મોડેલ-૦૧ અંતર્ગત ભાડાના મકાનોમાં રૂપાંતરિત કરીને પ્રોજેક્ટની મંજૂરી મેળવનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું. 

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં અત્યાર સુધીમાં માળખાગત સુવિધાઓ સાથે ૫,૧૪,૧૭૦ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ કુલ ૬,૦૬,૦૪૧ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે, તે પૈકી ૬૨% આવાસો મહિલાઓના નામે અથવા સંયુક્ત માલિકીમાં મંજૂર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ કુલ રૂ. ૧.૨૦ લાખની સહાય DBTના માધ્યમથી સીધી જ લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે.  આ ઉપરાંત, રાજય સરકાર દ્વારા આ યોજના હેઠળ પ્રથમ હપ્તાની ચૂકવણી બાદ છ માસની અંદર મકાનનું બાંધકામ પૂર્ણ કરનારા લાભાર્થીઓને ‘મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના’ હેઠળ લાભાર્થી દીઠ ₹૨૦,૦૦૦ની પ્રોત્સાહક રકમની સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ ૬૩,૧૦૧ લાભાર્થીઓને ₹૧૨૬.૨૦ કરોડની સહાયનો લાભ આપવામાં આવ્યો છે. 

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે ગુજરાતને અત્યારસુધીમાં કુલ ૧૪ જેટલા એવોર્ડ મળ્યા છે
વર્ષ-૨૦૧૭માં કેન્દ્ર સરકાર દ્વારા ક્રેડિટ લિંક સબસીડી હેઠળ પ્રથમ સ્થાન ,વર્ષ ૨૦૧૯માં કેન્દ્ર સરકાર દ્વારા પીએમ આવાસ માટે ૩ એવોર્ડ, તેમજ BLC (બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન) ઘટક અંતર્ગત રાજ્યના ૩ લાભાર્થીઓને બેસ્ટ હાઉસ કન્સ્ટ્રકશન કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૨માં કેન્દ્ર સરકાર દ્વારા  પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે ૭ વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આમ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાતને અત્યારસુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ ૧૪ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
Embed widget