શોધખોળ કરો

Valsad: વલસાડમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં, બીજી વખત આ શાળાના મધ્યાહન ભોજનમાં નિકળ્યા કીડા

વલસાડ: શહેરના અબ્રામા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અબ્રામા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં કીડા નિકળતા અરેરાટી મચી ગઈ છે.  શાળાના બાળકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહયા છે.

વલસાડ: શહેરના અબ્રામા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અબ્રામા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં કીડા નિકળતા અરેરાટી મચી ગઈ છે.  શાળાના બાળકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહયા છે. આ અગાઉ પણ આ શાળામાં મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળી હતી. આચાર્ય દ્રારા મધ્યાહન ભોજન સંચાલકને નોટીસ આપી મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરાઈ હતી. ફરી વાર ઘટના બનશે તો મધ્યાહન ભોજનની એજન્સીને બ્લેક લિસ્ટ કરાશે તેવી પણ ચીમકી આચાર્યએ આપી હતી. હવે આ મામલે મધ્યાહન ભોજન સંચાલક સામે કડક પગલાં ભરવા વાલીઓએ માંગ કરી છે.

વડોદરાના પ્રેમી પંખીડાની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવતા ખળભળાટ

વડોદરાના પ્રેમી જોડાની નર્મદા કેનાલમાંથી લાશ મળી આવી છે. ગત 3 માર્ચથી ગૂમ યુવક યુવતીની લાશ ગોધરાનાં રતનપુર કાંટડી નજીક કેનાલમાંથી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. એકબીજાના હાથ બાધેલી હાલતમાં બન્નેની લાશ મળી આવી હતી. વડોદરાનાં સાવલી તાલુકાના નરભાપૂરા ગામનાં ચંદ્રિકા ગોહિલ અને બળદેવ રાઠોડ એક જ ગામનાં રહીશ છે. યુવક યુવતીએ અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. કાકણપુર પોલીસે યુવક યુવતીની લાશ પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે.

 મહેસાણાના યુવાનને સંચાલકોએ ઢોર માર મારી પતાવી દીધો

એક યુવાનના હત્યાના બનાવને કુદરતી મોતમાં ખપાવવાની ઘટના પરથી રહસ્યનો પડદો ઉઠ્યો છે. પાટમ શહેર બી ડીવીઝન પોલીસે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે. ઘટના એવી છે કે આજથી આશરે 20 દિવસ પહેલા પાટણ સ્થિત જ્યોના વ્યશન મુક્તિ કેન્દ્ર ખાતે મહેસાણાનો યુવક હાર્દિક સુથાર દારૂ જેવા દુષણથી છુટકારો મેળવવા કેન્દ્રમાં સારવાર લઈ રહ્યો હતો. પરંતુ ઘટના એવી બની કે મૃતક યુવાનનું વ્યશન તો ન છૂટ્યું પરંતુ જીવન જ છૂટી ગયું. વ્યશન મુક્તિ કેન્દ્રના સંચાલક અને અન્ય ઈસમો મળીને કૃરતાથી માર મારી યુવકનું ઢીમ ઢાળી દીધું હતું.

પાટણ શહેરમાં છેલ્લા એક વર્ષથી સરદાર કોપ્લેક્સમાં જ્યોના નશા મુક્તિ કેન્દ્ર કાર્યરત હોઈ જેમાં મહેસાણા જિલ્લાના મોટી દાઉ ગામના યુવક હાર્દિક રમેશ ભાઈ સુથારને દારૂ અને ડ્રગ્સનું વ્યસન લાગી ગયું હતું. જે વ્યસન છોડાવવા માટે તેના મામા દ્વારા પાટણ ખાતે આવેલ જ્યોના નશા મુક્તિ કેન્દ્રમાં છેલ્લા છ મહિનાથી સારવાર લઇ રહ્યા હતા અને બાદમાં તેઓએ ઘરે જવા માટે જીદ કરતા અને ઘરે જવા ન મળતા છેવટે હાર્દિક બાથરૂમમાં જઈ તેના હાથની નસને ચપ્પુ વજે કાપી નાખી હતી. જે બનાવની જાણ નશા મુક્તિ કેન્દ્રના સંચાલક સંદીપ પટેલને થતા તે ઉશ્કેરાઈ ગયા હતા અને હાથમાં પ્લાસ્ટિકની પાઇપ લઇ હાર્દિકને ઢોર માર માર્યો હતો. 

બાદમાં વ્યસન મુક્તિ કેન્દ્રમાં રહેલ બીજા પાંચથી સાત વ્યક્તિઓએ હાર્દિકના હાથ પગ દોરડા વડે બાંધીને તમામ વ્યક્તિઓ દ્વારા પ્લાસ્ટિકની પાઇપોથી અને ગડદા પાટુનો અને ગુપ્ત ભાગે ઢોર માર માર્યો હતો. ત્યાર બાદ યુવકને અંદર એક રૂમમાં સુવાડી દીધો હતો. સતત બે કલાક સુધી હાર્દિક મારથી પીડાતો રહ્યો અને છેવટે અર્ધ બેભાન હાલતમાં થઇ જતા સંચાલક સંદીપ સહીત અન્ય સાગરીતો દ્વારા તેમની પ્રાઇવેટ ગાડીમાં હાર્દિકને લઇ તિરૂપતિ કોપ્લેક્સમાં આવેલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ડોક્ટરે હાર્દિકને મૃત જાહેર કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
હવામાન વિભાગ અને અંબાલાલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે
હવામાન વિભાગ અને અંબાલાલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Embed widget