શોધખોળ કરો

Rajkot: રાજકોટથી વિસાવદર જતી જાનની બસને નડ્યો અકસ્માત, બસને બહાર કાઢવા ક્રેનની લેવાઈ મદદ

રાજકોટ: ગોંડલ ગુંદાળા ચોકડી પાસે જાનની ટ્રાવેલ્સ બસ અને યુટીલિટી વચ્ચે અકસ્માત સર્જાયો છે. જાનૈયાઓને લઈ રાજકોટથી વિસાવદર જતી બસને ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ પાસે અકસ્માત નડ્યો હતો.

રાજકોટ: ગોંડલ ગુંદાળા ચોકડી પાસે જાનની ટ્રાવેલ્સ બસ અને યુટીલિટી વચ્ચે અકસ્માત સર્જાયો છે. જાનૈયાઓને લઈ રાજકોટથી વિસાવદર જતી બસને ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ ટ્રાવેલ્સ નજીકમાં નોનવેજની લારીને અડફેટે લઈ કારખાનાની દીવાલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 15 થી 20 જાનૈયાઓનો ચમત્કારીક બચાવ થયો હતો. આ અકસ્માતની ઘટનાને લઈને લોકોના ટોળા એકઠા થયા હતા. અકસ્માત બાદ ક્રેનની મદદથી બસને બહાર કાઢવામાં આવી હતી. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. 

સુરતમાં દિલ્હીના કંઝાવાલા જેવી ઘટનામાં પોલીસને મળી મોટી સફળતા

દિલ્હીના કંઝાવલામાં જે હિટ એન્ડ રનની કાળજુ કંપાવનારી ઘટનામાં કારચાલકે એક યુવતીને પોતાની કાર સાથે ઢસડી હતી. યુવતી કારના આગળના વ્હીલમાં ફસાઈ ગઈ હતી. પરંતુ કારચાલકને જાણ સુદ્ધા નહોતી થઈ અને તેણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અને હવે આવી જ એક ઘટના સુરતના પલસાણામાં બની હતી.એક દંપતી બાઈક પર પસાર થઈ રહ્યુ હતું ત્યારે કારચાલકે ટક્કર મારી હતી. આ ઘટનામાં બાઈક ચાલકનો મૃતદેહ 12 કિ.મી. દૂરથી ક્ષતવિક્ષત હાલતમાં મળી આવ્યો હતો. આ દર્દનાક ઘટનામાં પોલીસ પણ હત્યારા કારચાલકને શોધવા ઝઝૂમી રહી હતી. આવામાં એક યુવાને પોલીસને એક વીડિયો આપ્યો  હતો. જે બાદ પોલીસે તપાસ તેજ કરી હતી. એલસીબી ટીમે આરોપી બિરેશ શીવાભાઈ લાડુમોરને ઝડપી લીધો છે. તેને મુંબઈથી પકડવામાં આવ્યો. અકસ્માત બાદ તેણે 12 કિમી સુધી બોડી ઘસડી હોવાનો એફએસએલની તપાસમાં ખુલાસો થયો હતો.

સુરતના પલસાણા તાલુકાના તાંતિથૈયા ગામ પાસેથી કાર ચાલકે પાછળથી બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત પછી મૃતક યુવકના પત્ની રોડ પર પડી ગયા હતા. પરંતુ બાઈક ચાલક સાગર પાટિલ કથિત રીતે કાર સાથે લગભગ 12 કિમી સુધી ઢસડાયા હતા. સાગર અશ્વિનીને લઈને સુરત જઈ રહ્યા હતા.સાગર પાટિલના પત્ની અશ્વિની પાટીલને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સાગર પાટિલનો જીવ બચી શક્યો નહોતો. સાગર પાટિલનો મૃતદેહ પણ બે દિવસ પછી ક્ષતવિક્ષત હાલતમાં મળ્યો હતો. મૃતદેહ મળ્યા પછી પોલીસે તપાસ શરુ કરી હતી.

જાગૃત નાગરિકે આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો

સુરત પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતના એક જાગૃત નાગરિકે આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોની મદદથી પોલીસને કારનો નંબર મળી શક્યો જેના આધારે આરોપીના ઘર સુધી પોલીસ પહોંચી શકી હતી.  

મહિના પહેલા લગ્ન કરનારી યુવતી રાત્રે જાગી ત્યારે પતિ ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો

સુરતના સચીન નજીક પાલી ગામમાં રહેતા અને માત્ર એક મહિના અગાઉ પ્રેમલગ્ન કરનારા યુવકે ગળાફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ હતી. મૂળ બિહારના અને હાલ સુરતના સચીન નજીક પાલી ગામમાં રહેતા પ્રદીપકુમાર રામે એક મહિના અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. મોડી રાતે પત્ની ઉંઘી ગયા બાદ તેણે આત્મહત્યા કરી લીધી હતી. રાત્રે પત્નીની આંખ ઉઘડી ત્યારે પતિને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોતા બુમાબુમ કરી હતી. જેને લઈ પડોશીઓ એકત્ર થયા હતા. મૃતક સુરતમાં છુટક મજૂરી કરતો હતો. તેણે દેવું થઈ જતા વતનમાં માતાને ફોન કરી 35 હજારની જરૂર છે તેમ કહ્યું હતું. પણ માતાએ પૈસાની સગવડ નથી તેમ કહ્યા બાદ આત્મહત્યા કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget